Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુઓ પર પૂર્વનિયોજિત નસંહારનો આરોપ લગાવતા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાઃ
નવી દિલ્હી તા. ૬: બાંગ્લાદેશમાં હિન્દુઓની સામે થઈ રહેલી હિંસાની ઘટના સતત વધી રહી છે. યુનુસ સરકારના વચન છતાં અલ્પસંખ્યકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. સુમનગંજ જિલ્લામાં કટ્ટરપંથીઓની ભીડ હિન્દુઓના ઘર પર હુમલા કરી રહી છે.
થોડા દિવસો પહેલા હિન્દુઓના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. એક ફેસબુક પોસ્ટમાં હિન્દુ યુવક ઈશનિંદાનો આરોપ લગાવી હિંસાને અંજામ આપવામાં આવ્યો હતો. ઉગ્રવાદીઓની ભીડે ૧૦૦ થી વધારે હિન્દુઓના ઘરમાં તોડફોડ કરી ઘરમાં બનેલા પૂજા સ્થળો અને મંદિરોને પણ નુક્સાન પહોંચાડવામાં આવ્યું હતું, જો કે સમગ્ર ઘટનામાં પોલીસે ઈશનિંદાના આરોપમાં સુમનગંજના ંમંગલાર ગામના રહેવાસી ર૦ વર્ષિય આકાશ દાસની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ હાલ ર૦૦ થી વધારે હિન્દુ પરિવારો હિજરત કરી ચૂક્યા છે.
સમગ્ર સત્તા પરિવર્તન અને હિંસાની વધતી જતી ઘટના પછી બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પહેલીવાર સાર્વજનિક સંબોધન કર્યું છે. બાંગ્લાદેશના વિજય દિવસ પર ન્યૂયોર્કના એક કાર્યક્રમમાં પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં હસીનાએ યુનુસ સરકાર પર અલ્પસંખ્યકો ખાસ કરીને હિન્દુઓ પર પૂર્વનિયોજિત નરસંહારનો આરોપ લગાવ્યો છે. હસીનાએ કહ્યું કે, યુનુસ સરકાર મારી અને બહેન રેહાનાની હત્યા કરાવવા ઈચ્છે છે. મેં બાંગ્લાદેશ છોડવાનો નિર્ણય લોકોનો જીવ બચાવવા માટે કર્યો હતો, ન કે પોતાનો જીવ બચાવવા માટે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial