Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોમ લોનના ઈએમઆઈમાં કોઈ રાહત નહીં મળેઃ
મુંબઈ તા. ૬: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ ૬.પ૦ ટકા પર યથાવત્ હતો, જેમાં હવે કોઈ ફેરફાર ન કરતા ૪.ર ના બહુમતથી રેપોરેટને ફરી એકવાર ૬.પ૦ ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેથી હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે.
અમુક અર્થશાસ્ત્રીઓ એવી આશા રાખીને બેઠા હતાં કે આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રાહત આપી શકે છે. બીજી બાજુ ઉલ્લેખનિય છે કે, આરબીઆઈના ગવર્નર શશીકાંત દાસ મોનિટરી પોલિસી બેઠકનું નેતૃત્વ છેલ્લી વખત કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ ૧૦ ડિસેમ્બરે ખતમ થઈ રહ્યો છે. આ વખતે ચર્ચા છે કે તેમનો કાર્યકાળ આગળ વધારવામાં આવી શકે છે.
રેપોરેટ વ્યાજ દર છે જેના પર કોઈ રાષ્ટ્રની કેન્દ્રિય બેંક ભંડોળની અછતની સ્થિતિમાં વ્યવસાયિક બેંકોને નાણા ધીરાણ આપે છે. નાણાકીય અધિકારીઓ ફૂગાવાને મેનેજ કરવા માટે રેપોરેટનો ઉપયોગ કરે છે. રિપર્ચેઝ ડીલ અથવા વિકલ્પને 'રેપો' તરીકે ઓળખવામાં આવે છે. આરબીઆઈ નાણાકીય મુશ્કેલી દરમિયાન વ્યવસાયિક બેંકોને મદદ કરવા માટે એક નાણાકીય સાધનનો ઉપયોગ કરે છે. લોન કોલેટરલ જેમ કે ટ્રેઝરી બિલ અથવા સરકારી રિ બોન્ડ સામે જારી કરવામાં આવે છે. રેપોરેટની વ્યાખ્યા દ્વારા આ લોન પર લાગુ વ્યાજ દરને રેપોરેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી વ્યવસાયિક બંકો ઋણની ચૂકવણી કર્યા પછી જામીનની રકમ પરત ખરીદી શકે છે.
ગવર્નર શશીકાંત દાસે કહ્યું કે સેન્ટ્રલ બેંક પોલિસી રેપોરેટ ૬.પ ટકા પર જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું કે મધ્યસ્થ બેંકે ૪:ર બહુમતી સાથે તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. દાસના મતે સ્થિર રેપો રેટ વર્તમાન આર્થિક સ્થિતિ પ્રત્યે સાવચેતીભર્યો અભિગમ સૂચવે છે. દાસે તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે નાણાકીય નીતિની વ્યાપક અસરો હોય છે. સમાજના દરેક વર્ગ માટે ભાવ સ્થિરતા મહત્ત્વપૂર્ણ છે.
જીડીપી ૬.૬ ટકા રહેવાનો અંદાજ
બીજી તરફ મોંઘવારીના આ યુદ્ધમાં દેશના વિકાસને ફટકો પડી શકે છે. આરબીઆઈના અંદાજ દ્વારા આ સંકેત આપવામાં આવ્યો છે. આરબીઆઈ એમપીસીએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ અંદાજ ઘટાડીને ૬.૬ ટકા કર્યો છે. જે અગાઉ ૭ ટકા હતો. આ સતત બીજી વખત છે જ્યારે આરબીઆઈએ તેના જીડીપી અંદાજમાં ઘટાડો કર્યો છે. ઓક્ટોબરની બેઠકમાં આરબીઆઈ એમપીસીએ જીડીપી અંદાજ ૭.ર ટકાથી ઘટાડીને ૭ ટકા કર્યો હતો.
ઈએમઆઈ પર રેપો રેટની અસર
મહત્ત્વનું છે કે આરબીઆઈની એમપીસીની બેઠક દર બે મહિને યોજાય છે અને રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસ સહિત છ સભ્યો મોંઘવારી અને અન્ય મુદ્દાઓ અને ફેરફારો (નિયમોમાં ફેરફાર) વિશે ચર્ચા કરે છે. તમને જણાવી દઈએ કે રેપો રેટનો સીધો સંબંધ બેંક લોન લેનારા ગ્રાહકો સાથે છે. તેના ઘટવાથી લોનનો ઈએમઆઈ ઘટે છે અને તેના વધવાને કારણે તે વધે છે. રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણા ઉછીના આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનિટરી ઓથોરિટી દ્વારા ફૂગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial