Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ સહિતના છ સાસરિયા સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૬: જામનગરના અંધાશ્રમ પાસે સાસરિયુ ધરાવતા એક મહિલાએ લગ્નના સાત વર્ષ સુધી પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી તથા નણંદ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખોજાના નાકા વિસ્તારમાં આવેલા મેઘવાર વાસમાં રહેતા શિવાનીબેન નરેશભાઈ મકવાણા (ઉ.વ.રપ) ના લગ્ન જાન્યુઆરી ૨૦૧૭માં અંધાશ્રમ નજીક શિવપાર્ક કોલોનીમાં હનુમાન ચોક પાછળ વસવાટ કરતા પ્રવીણભાઈ ડોસાભાઈ ડગરા સાથે થયા પછી સાડા સાત વર્ષના લગ્ન ગાળામાં તેણીને ત્રાસ આપવામાં આવ્યો હતો.
આ પરિણીતાને પતિ પ્રવીણ ઉપરાંત સસરા ડોસાભાઈ હરશીભાઈ ડગરા, સાસુ કમીબેન, જેઠ નરેશ, જેઠાણી રામીબેન કરણભાઈ તેમજ જોગવડ ગામના પાટીયા પાસે રહેતા નણંદ લક્ષ્મીબેન વિજયભાઈ વારસાકીયાએ નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો ભાંડી મારકૂટ કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળી ગયેલા શિવાનીબેને ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છએય સાસરિયા સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial