Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરાયો ભરચક્ક પ્રયાસઃ
દ્વારકા તા. ૩: દ્વારકામાં ગઈકાલે આવેલા મેઘપરના એક વૃદ્ધ ગોમતીઘાટેથી સ્નાન માટે ઉતર્યા પછી દરિયામાં રહેલા વધુ પડતા કરંટના કારણે ડૂબી જવાથી મોતને શરણ થયા છે. તેઓને બચાવી લેવા સ્થાનિક તરવૈયાઓએ ભરચક્ક પ્રયાસ કર્યા હતા. તેમ છતાં આ વૃદ્ધને બચાવી શકાયા ન હતા.
હાલના પ્રવર્તમાન વાતાવરણમાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જામનગર નજીકના દ્વારકા તેમજ ઓખા પંથકના દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં જોવા મળતા કરંટના કારણે માછીમારોને પણ દરિયામાં જવાની તંત્ર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે, હાલમાં માછીમારી સિઝન ઓફ રાખવામાં આવી છે. ત્યારે દ્વારકામાં દરિયા સાથે જોડાયેલી ગોમતી નદીમાં પણ ભયજનક રીતે મોજા ઉછળી રહ્યા છે.
ગઈકાલે લાલપુર તાલુકાના મેઘપર ગામના ગોરધનભાઈ નામના એક વૃદ્ધ તથા અન્ય વ્યક્તિઓ દ્વારકામાં આવ્યા પછી ગઈકાલે સવારે ગોમતી ઘાટ પર સ્નાન માટે પહોંચ્યા હતા ત્યારે જ ગોરધનભાઈ કોઈ રીતે નદીના વહેણમાં તણાયા હતા અને દરિયા તરફ ખેંચાવવા લાગ્યા હતા.
આ વેળાએ જ ઘાટ પર હાજર સ્થાનિક તરવૈયા તથા પોલીસ સ્ટાફ તે વૃદ્ધને બચાવવા માટે દરિયામાં કૂદ્યા હતા. એક તબક્કે તેઓને લાઈફ જેકેટ પહેરાવી દેવામાં આવ્યું હતું તેમ છતાં ભારે કરંટને કારણે આ વૃદ્ધ દરિયામાં ડૂબકા ખાવા લાગ્યા હતા. તેઓને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા પછી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial