Advertisement
Author: નોબત સમાચાર

અશોક લેલેન્ડની નવી ડીલરશીપ 'જય ગણેશ ઓટોમોબાઈલ' નો શુભારંભ

જામનગર-ખંભાળીયા હાઈ-વે પર સરમતના પાટીયા પાસે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: અશોક લેલેન્ડ, હિન્દુજા ગ્રુપની ફ્લેગશીપ કંપની અને ભારતની અગ્રણી વ્યાપારી વાહન નિર્માતા, નવી ૩એસ.(સેલ્સ/સર્વિસ/સ્પેર્સ) ડીલરશીપ, જય ગણેશ ઓટોમોબાઈલ્સ, જામનગરમાં ગુજરાતમાં ૫૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં ફેલાયેલી છે, અદ્યતન ડીલરશીપ વ્યુહાત્મક રીતે જામનગર જેવા શહેરોને જોડવા માટે અને એમ એન્ડ એચસીવી સેગમેન્ટની માંગને પૂરી કરવા માટે એક મહત્ત્વપૂર્ણ ડીલરશીપ શરૂ થઈ રહી છે. અને અશોક લેલેન્ડ માટે ગુજરાતના પશ્ચિમ ભાગમાં તેનો પ્રવેશ વધારવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પ્રદેશની વધતી માંગને પહોંચી વળવા માટે, અશોક લેલેન્ડ તેની સુસજ્જ ડીલરશીપ અને પ્રશિક્ષિત કર્મચારીઓ સાથે જામનગરના મુખ્ય બજારોને આવરી લેશે. ડીલરશીપ ૧૦ બે ઓફર કરશે, અને તે અદ્યતન સાધનો, ઝડપી સેવા બેસ થી સજ્જ છે અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનો ધરાવે છે. પરિણામે કંપની તેના ગ્રાહકોને એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરશે.

ડીલરશીપ લોંચ પર ટિપ્પણી કરતા, અશોક લેલેન્ડના નેશનલ હેડ એમ.એન્ડ.એચ.સી.વી.-માર્કેટીંગ સુદીપ ઢાલીએ જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશાં અશોક લેલેન્ડ માટે એક મહત્ત્વપૂર્ણ બજાર રહ્યું છે. આ નવી ડીલરશીપના ઉમેરાથી આ વિસ્તારના નક્કર હાજરી સ્થાપિત કરવાના અમારા પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું છે. જય ગણેશ ઓટોમોબાઈલ્સના નવા ૩એસ.(સેલ્સ/સર્વિસ/સ્પેર્સ) સુવિધાથી અમારા ગ્રાહકોને સારામાં સારી સર્વિસ સુનિશ્ચિત કરવા માટે સુસજ્જ છે. અને અમને આ ક્ષેત્રમાં અમારા ગ્રાહકોની વધુ નજીક જવા માટે મદદ કરશે અને અમે ગ્રાહક સેવા અને સંતોષના સ્તરને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ, વિશ્વના ટોચના ૧૦ કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદકોમાં એક બનવાના અમારા વિઝનને અનુરૂપ નવી ડીલરશીપ ખોલવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh