Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    આઈ.૫ી.એલ.ની ફાઈનલ અગાઉ
બેંગ્લુરુ તા. ૩: બેંગ્લુરુમાં ક્રિકેટર વિરાટ કોહલીની પબ વન ૮ કમ્યુન વિરૂદ્ધ કર્ણાટક પોલીસે એફ.આઈ.આર. નોંધી છે. આ પબ બેંગ્લુરુના રત્નમ કોમ્પ્લેકસના છઠ્ઠા માળે આવેલું છે. કમ્બન પાર્ક પોલીસે વિરાટના આ પબ એન્ડ રેસ્ટોરાં સામે કોટપા એકટ (સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદક કાયદા)ના ઉલંઘનનો આરોપ મુકતાં એફઆઈઆર નોંધી છે.
વિરાટની આ પબ સામે કોટપા એકટની કલમ ૪ અને ૨૧ હેઠળ કેસ દાખલ થયો છે કેમ કે રેસ્ટોરાંમાં ધુમ્રપાન માટે કોઈ સ્મોકીંગ ઝોન નથી. કાયદા હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન માટે કડક નિયમો નક્કી કરાયા છે અને વિરાટની પબ દ્વારા એનું પાલન નહોતું કરાઈ રહ્યું જે ગુનાની શ્રેણીમાં આવે છે. વન ૮ કમ્યુન સામે ગત્ વર્ષે જૂનમાં પણ તેની એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી. બી.એમ.સી. એ ડિસેમ્બરમાં રેસ્ટોરાંને ફાયર વિભાગની એન.ઓ.સી. ન લેવા બદલ નોટિસ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, વિરાટની આ પબ એન્ડ રેસ્ટોરાં ચેઈનની બ્રાન્ચ બેંગ્લુરુ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ગુરૂગ્રામ જેવા શહેરોમાં પણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  