Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'મોબાઈલ એડીક્શન' સમસ્યા અંગે
જામનગર તા. ૩: ગુજરાતભરમાં સૌપ્રથમ વખત લાઈફ ફલીક્સ સંસ્થા તેમજ સ્વયમ શક્તિ ઈન્ડિયા એન.જી.ઓ.ના સંયુકત ઉપક્રમે જામનગરમાં "મોબાઈલ એડીકશન" (મોબાઈલનો વ્યર્થ અને બિનજરૂરી વળગાડ) સમસ્યા અંગે એક અનોખા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
મોબાઈલના ડી-એડીક્શન માટે ફની અને ક્રિએટિવ પ્રવૃત્તિઓ સાથે પ્રેકટિકલ ઉપાયો દર્શાવવામાં આવશે.
આ પ્રોગ્રામની વિશેષતા એ છે કે જેમાં તાલીમ મેળવેલ સ્કૂલના બાળકો જ બાળકો તથા તેમના માતા-પિતાને મોબાઈલ એડીક્શન અંગે સમજણ આપશે.
આ પ્રોગ્રામમાં જોડાવા માટે વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મો. ૮૩૨૦૩૦૮૪૯૪ ઉપર મોબાઈલ એડીક્શન લખી મેસેજ કરી નામ નોંધણી કરાવવાની રહેશે. આ નંબર ઉપર સંપર્ક કરવાથી વધુ વિગતો મળી શકશે.
આ પ્રોગ્રામની પ્રારંભિક વિગતો અંગે આયોજક ટીમના હરદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સવારે બાળકો અને પેરેન્ટ્સ સાથે ૩ કિ.મી. નું ફનવોક થશે. મોબાઈલ ડી-એડીક્શન ગેલેરી બતાવવામાં આવશે. બાળકોને ક્રીએટીવ ફન્ની અને પ્રેકટિકલ ઉપાયો આપવામાં આવશે.
રજીસ્ટ્રેશન તા. ૧૫ જૂન ૨૦૨૫ સુધીમાં કરાવી લેવા જણાવાયું છે. સંખ્યા નિર્ધારીત થયા પછી પ્રોગ્રામના સ્થળ સહિતના વિસ્તૃત જાહેરાત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial