Advertisement
Author: નોબત સમાચાર

વિજરખી ગામના ખેડૂતનો ઘઉંનો જથ્થો મેળવી લઈ ત્રણ શખ્સે બે લાખનો માર્યાે ધૂમ્બો

એક મણના ૫૫૦ ઠેરવી ઉપડાવી લીધી જણસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર નજીકના વિજરખી ગામના એક ખેડૂતે ગયા ચોથા મહિનામાં પોતાની જણસ-ઘઉંનો ૩૭૨ મણનો જથ્થો રાજકોટના બે શખ્સ ઉપરાંત અન્ય એક અજાણ્યાને વેચવા માટે આપ્યા પછી આ ત્રણેય શખ્સે તેઓને રૂ.ર લાખ ઉપરાંતની રકમ ન ચૂકવી ઠેંગો બતાવી દેતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે છેતરપિંડી-વિશ્વાસઘાત આચરનાર ત્રણેય સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગર-કાલાવડ રોડ પર આવેલા વિજરખી ગામમાં વસવાટ કરતા ખેડૂત દેવાયતભાઈ મેઘાભાઈ ખીમાણીયાએ તાજેતરમાં વાવેલા ઘઉં પાકી ગયા પછી તેનો ઉતારો કરતા ૩૭૨ મણ ઘઉં પ્રાપ્ત થયા હતા.

તે ઘઉં વેચવા માટે દેવાયતભાઈએ તજવીજ કર્યા પછી વિજરખી તથા મિયાત્રા ગામની સીમમાં આવેલા તેમના ખેતરે જુદા જુદા વેપારીઓ સાથે વાતચીત થતી હતી. જેમાં રાજકોટના રતનપરના હિમત ચૌહાણ તેમજ ૮૦ ફૂટ રોડ પર બાબરીયા કોલોની નજીક વસવાટ કરતા સુલતાન હુસેન પતાણી અને એક અજાણ્યા શખ્સ સાથે પણ તેઓને ઘઉંના ભાવ બાબતે વાત થઈ હતી.

ઉપરોક્ત વ્યક્તિઓએ એક મણના રૂ.૫૫૦ દેવાયતભાઈને આપવાનું ઠરાવ્યા પછી તેઓનો ૩૭ર મણ ઘઉંનો જથ્થો ખરીદવા તૈયારી બતાવી હતી. તેથી દેવાયતભાઈએ રૂ.૨૦૪૬૦૦ની કિંમતના ઘઉં તેઓને સોંપ્યા હતા. ગયા એપ્રિલ મહિનાની ર૭ તારીખે બપોરે તેમના ખેતરેથી વાહનમાં ઘઉંનો ઉપરોક્ત જથ્થો ભરી લેવાયા પછી હિમત તેમજ સુલતાન અને અજાણ્યા શખ્સે તે રકમ ન ચૂકવતા દેવાયતભાઈએ આખરે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત આચરનાર ત્રણેય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh