Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકી હોય તે તત્કાલ ઈ-કે.વાય.સી. કરાવેઃ તંત્ર
જામનગર તા. ૩: જામનગર જિલ્લામાં અનાજ વિતરણની મુદ્દત તા. ૫ જૂન સુધી લંબાવાઈ છે. બાકી રહેતા લાભાર્થીઓએ સત્વરે ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
જામનગર જિલ્લામાં રાશન મળવાપાત્ર કોઈ પણ લાભાર્થી અનાજથી વંચિત ન રહે તે માટે મે-૨૦૨૫ અને જૂન-૨૦૨૫ માસનો મળવાપાત્ર અનાજનો જથ્થો વિતરણ કરવાની મુદ્દત તા. ૫-૬-૨૫ સુધી લંબાવવામાં આવી છે. જે લાભાર્થીઓએ હજુ સુધી ૫ોતાનું મળવાપાત્ર અનાજ મેળવ્યું નથી, તેમને તા. ૫-૬-૨૫ સુધીમાં વિતરણ દુકાન પરથી પોતાનો જથ્થો મેળવી લેવા ખાસ અનુરોધ કરવામાં આવે છે.
વધુમાં, જે લાભાર્થીઓને ઈ-કે.વાય.સી. બાકી હોવાને કારણે અનાજ મેળવવાનું બાકી છે, તેમને તાત્કાલિક પોતાનું ઈ-કે.વાય.સી. પૂર્ણ કરાવીને તા. ૫-૬-૨૫ સુધીમાં પોતાનો મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
વધુમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (એનએફએસએ) હેઠળ સમાવિષ્ટ જિલ્લાના તમામ લાભાર્થીઓને "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" હેઠળ વિના-મૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.
આ લાભ મેળવવા માટે લાભાર્થીઓનો સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ધારા-ધોરણ પ્રમાણે લાભ મળે એ માટે ઈ-કે.વાય.સી. શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લામાં ૮૭%થી વધુ લાભાર્થીઓએ પોતાનું ઈ-કે.વાય.સી. પૂર્ણ કરેલ છે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓએ ઈ-કે.વાય.સી. બાકી હોય તો ત્વરીત ઈ-કે.વાય.સી. કરાવી લેવું. આ ઈ-કે.વાય.સી.નો ઉદ્દેશ્ય સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે, આથી કોઈએ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial