Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્યુયોર્ક તા. ૩: 'એક્સ' પ્લેટફોર્મ દ્વારા 'એક્સ' ચેટ લોન્ચ કરાયું છે. આ ફીચરની મદદથી એન્ડ-ટુ-એન્ડ ઈનક્રિપ્શન, ઓટો ડિલિટેડ મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઈલ્સ સેન્ડ કરવાનો ઓપ્શન મળશે, તેવો દાવો કરાયો છે.
એલોન મસ્કના 'એક્સ' પલેટફોર્મે એક નવું મેસેજિંગ ફીચર લોન્ચ કરી દીધું છે, જેનું નામ 'એક્સ ચેટ' છે. આ ફીચરની મદદથી એન્ડ-ટુ-એન્ડ ઈનક્રિપ્શન, ઓટો ડિલિટેડ મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઈલ્સ સેન્ડ કરવાનો ઓપ્શન મળશે. આ ફીચર હવે બીટા વર્ઝનમાં છે.
એલોન મસ્કે રવિવારે પોસ્ટ કરીને આ ફીચરની માહિતી આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, એક્સચેટને રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે, જે ઈનક્રિપ્શન, વેનીસીંગ મેસેજીસ અને ફાઈલ સેન્ડ કરવાનો ઓપ્શન આપે છે.
મસ્કએ દાવો કર્યો છે કે, એક્સચેટ બિટકોઈન-શૈલીના એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે અને તે સંપૂર્ણપણે નવા આર્કિટેક્ચર પર બનાવવામાં આવ્યું છે. મસ્કે બીજી પોસ્ટમાં કહ્યું છે કે, એક્સચેટની મદદથી વપરાશકર્તાઓ ઓડિયો અને વીડિયો કોલ પણ કરી શકશે. આ માટે મોબાઈલ નંબરને લિંક કરવાની જરૂર નથી.
ટેકક્રંચના અહેવાલો અનુસાર એક્સચેટ હાલમાં પરીક્ષણ તબક્કામાં છે અને તેનું કેટલાક લોકો પર પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે, જો કે અત્યાર સુધી કંપનીએ માહિતી આપી નથી કે તે સામાન્ય લોકો માટે ક્યારે રિલીઝ થશે. એક્સ પ્લેટફોર્મે વર્ષ ર૦ર૩ માં એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવા શરૂ કરી હતી અને તે સમય દરમિયાન આ સેવા મર્યાદિત લોકો માટે શરૂ કરવામાં આવી હતી. એક્સચેટમાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપની અંદર ઉપલબ્ધ તમામ સુવિધાઓ છે, જો કે વોટ્સએપને મોબાઈલ નંબરથી લોગિન કરવું પડશે, જ્યારે એક્સચેટમાં મોબાઈલ નંબરને કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એક સુરક્ષા સિસ્ટમ છે અને તેનો હેતુ મોકલનાર અને પ્રાપ્તકર્તા વચ્ચે ડેટા સુરક્ષિત રીતે મોકલવાનો છે. આ દરમિયાન કોઈ તેને ડીકોડ કરી શકતું નથી.
ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈને સંદેશ મોકલો છો, ત્યારે તે સંદેશ તમારશા ઉપકરણ પર એન્ક્રિપ્ટ થઈ જાય છે. આ પછી તેને ઈન્ટરનેટની મદદથી આગળ ટ્રાન્સફર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સંદેશ રિસિવર સુધી પહોંચતાની સાથે જ ડિક્રિપ્ટ થઈ જાય છે. આ સુવિધા વોટ્સએપ, સીંગનલ અને ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્સમાં ઉપલબ્ધ છે.
એક્સચેટ હાલમાં બીટામાં છે અને હાલમાં તે ફક્ત પસંદગીના વપરાશકર્તાઓ અને વિકાસકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. ઉપરાંત એક્સચેટ ફક્ત એક્સના પેઈડ સબ્સ્ક્રાઈબર્સ માટે જ ઉપલબ્ધ છે. એ જોવાનું બાકી છે કે એક્સ તેને મર્યાદિત સુવિધાઓ સાથે મફત વપરાશકર્તાઓ માટે ખોલે છે કે કેમ જેથી તેનો વપરાશકર્તા આધાર વધે. શું ભવિષ્યમાં મેટા અને વોટ્સએપની જેમ આ મેસેજિંગ એપ્લિકેશનમાં ગ્રોક એઆઈ પણ ઉમેરવામાં આવશે? મસ્કની પોસ્ટના આધારે, એવું લાગે છે કે, એક્સચેટ એનડ્રોઈડ, અઈઓએસ અને વેબ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial