Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
ખંભાળિયા તા. ૩: ખંભાળિયામાં આવેલી દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં વર્ષોથી મદદનીશ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગોપાલભાઈ નકુમ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાયમાન કાર્યક્રમ ખંભાળિયા શારદા હાઈસ્કૂલમાં ઉજવાયો હતો.
આ વિદાયમાન કાર્યક્રમમાં દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટ બન્ને કચેરીના સ્ટાફ તથા અનેક સરકારી, ખાનગી શાળાઓના આચાર્યો, શિક્ષકો જોડાયા હતાં તથા જિ.શિ. દ્વારા સન્માનપત્ર આપીને ગોપાલભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ વિદાયમાન કાર્યક્રમમાં દ્વારકા જિલ્લા ભાજપ વતી પંચ મોરચાના પ્રમુખ તથા જાણીતા કેળવણીકાર એડવોકેટ ડી.એલ. પરમાર, આંબવાડી ઈન્ટરનેશનલ કલાવૃંદના ડાયાભાઈ નકુમ, જિલ્લા પંચાયત કારો. ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ હરિભાઈ નકુમ, આચાર્ય સંઘના વી.ડી. ગોજિયા, નીમિષાબેન નકુમ જોડાયા હતાં. સંચાલન ડો. રણમલ પરમારે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial