Advertisement
Author: નોબત સમાચાર

અયોધ્યાના રામ મંદિરમાં ભવ્ય રામ દરબારની થશે પ્રાણપ્રતિષ્ઠાઃ અનુષ્ઠાન શરૂ

રર મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩: પાંચમી જૂને અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં રામદરબારમાં સ્થાપિત મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે. ભક્તોને વ્યવસ્થાના ભાગરૂપે પાંચમી જૂને અયોધ્યા નહીં જવાની અપીલ કરવામાં આવી રહી છે.

યુપીના અયોધ્યાના રામમંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે મંદિરમાં રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા થશે. રર જાન્યુઆરીએ શ્રીરામના બાળ સ્વરૂપને સ્થાપિત કરવામાં આવ્યું હતું. હવે બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૩ જૂનથી શરૂ થઈ ગયો છે. જે પ જૂને રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરીને જ પૂર્ણ થશે. વળી પ જૂને ગંગા દશેરા પણ છે. ભલે રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા મંદિરમાં થઈ જાય, પરંતુ ભક્તો હાલ દર્શન કરી શકશે નહીં. કારણે કે વ્યવસ્થાના ભાગરૂપે ભક્તોને પાંચમી જૂને અયોધ્યા નહીં આવવા અપીલ કરવામાં આવી રહી છે.

એવું કહેવાય છે કે, વરસાદી વાતાવરણને કારણે કોઈ ખાસ કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યો નથી અને કોઈ ખાસ લોકોને પણ બોલાવવામાં આવ્યા નથી. રામ મંદિરમાં પહેલા માળ પર રામદરબારની સાથે પરિસરમાં બાકીના ૬ મંદિરોની પણ પ્રાણપ્રતિષ્ઠા થશે.

આજથી અનુષ્ઠાન શરૂ થઈ ગયા છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે યુ.પી. સી.એમ. યોગી આદિત્યનાથ હાજરી આપશે. પ જૂને સવારે ૬ વાગ્યે અનુષ્ઠાન શરૂ થશે. સવારે ૧૧ વાગે રામદરબારની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ દરમિયાન સીએમ યોગી હાજર રહેશે. તેઓ બપોર સુધી મંદિરમાં જ રહેશે. આ પહેલા સોમવારે સરયુ તટથી માતૃ શક્તિ તરફ ર જૂનના ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવશે. આ વખતે પ્રાણપ્રતિષ્ઠાનું મુહૂર્ત અયોધ્યાના વિદ્વાનોએ જ કાઢ્યું છે.

રામદરબારમાં રાજા રામની સાથે સાત અન્ય ઉપ-મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓનું પણ અભિષેક કરવામાં આવશે. આમાં કિલ્લાના ઉત્તર-પૂર્વ ખૂણામાં શિવલિંગ, અગ્નિ ખૂણામાં પ્રથમ પૂજા પામેલા શ્રી ગણેશ, દક્ષિણ હાથની મધ્યમાં મહાબલી હનુમાન, દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં દૃશ્યમાન દેવ સૂર્ય, ઉત્તર-પશ્ચિમ ખૂણામાં મા ભગવતી અને ઉત્તર હાથની મધ્યમાં અન્નપૂર્ણા માતાની મૂર્તિનું અભિષેક કરવામાં આવશે. આ સાથે મુખ્ય મંદિરના પહેલા માળે રામ દરબાર અને કિલ્લાના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં શેષાવતાર મૂર્તિનું અભિષેક કરવામાં આવશે.

અયોધ્યા નગરીમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ર૬ મહિના પછી અયોધ્યામાં સંપૂર્ણ રીતે બંધાયેલા ભવ્ય રામમંદિરની બીજી પ્રાણપ્રતિષ્ઠા અને અભિષેક સમારોહની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગયા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા રર જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૮૦૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેના મુખ્ય મહેમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતાં. આ વખતે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.

સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી અયોધ્યામાં રામ મંદિર ભવન નિર્માણ સમિતિની રચના કરવામાં આવી હતી. તેનું સંચાલન પ્રધાનમંત્રીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નળપેન્દ્ર મિશ્રા કરી રહ્યા છે. રામમંદિરના પહેલા માળે રાજા રામનો દરબાર હશે. અહીં બધા દરવાજા સ્થાપિત કરવામાં આવ્યા છે. કિલ્લાની મધ્યમાં બનેલા છ પૂરક મંદિરો અને સપ્ત ઋષિઓના સાત મદિરોમાં દરવાજા સ્થાપિત કરવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. શિવ મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મ ભૂમિના ર.૭૭ એકર પર બનેલા રામમંદિરના પહેલા માળે ભગવાન શ્રીરામ, માતા જાનકી અને તેમના ત્રણ નાના ભાઈઓ અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. રામમંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પૂર્વથી પશ્ચિમમાં તેની લંબાઈ ૩૮૦ ફૂટ, પહોળાઈ રપ૦ ફૂટ અને ઊંચાઈ ૧૬૧ ફૂટ છે. તેમાં કુલ ૩૯ર સ્તંભો અને ૪૪ દરવાજા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh