Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિભાગીય નિયામક-પરિવહન અધિકારીની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૩: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.) ના જામનગર વિભાગના એક સમર્પિત કર્મચારી, ધર્મેન્દ્રસિંહ પરમારનો નિવૃત્તિ વિદાય સમારંભ ભવ્યતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે વિભાગીય નિયામક બી.સી. જાડેજા, પરિવહન અધિકારી ઈસરાની સહિતના ઉચ્ચ અધિકારીઓ અને એસ.ટી. પરિવારના સભ્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નિવૃત થનાર ધર્મેન્દ્રસિંહ પરમારે એસ.ટી. ડિવિઝનમાં વર્ષો સુધી આપેલી અમૂલ્ય સેવાઓને બિરદાવવામાં આવી હતી. અધિકારીઓએ તેમના કાર્યકાળ દરમ્યાન નિષ્ઠા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાના ગુણોને યાદ કરીને તેમની પ્રસંશા કરી હતી. વિભાગીય નિયામક બી.સી. જાડેજા અને ઈસરાનીએ ધર્મેન્દ્રસિંહ પરમારને સુખી અને સ્વસ્થ નિવૃત્તિ જીવન માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમારંભમાં ધર્મેન્દ્રસિંહ પરમારને સન્માનિત કરવામાં આવ્યા હતા, અને તેમને યાદગીરી ભેટ અર્પણ કરવામાં આવી હતી. જેના પ્રત્યુતરમાં ધર્મેન્દ્રસિંહ પરમારે પણ આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, તેમને એસ.ટી. ડિવિઝનના પરિવારો હિસ્સો હોવાનો ગર્વ છે. આ વિદાયસમારંભ ધર્મેન્દ્રસિંહ પરમારના લાંબા અને સફળ કાર્યકાળની ઉજવણી કરવા સાથે એસ.ટી. પરિવારમાં એકતા અને સૌહાર્દનો સંદેશ પણ પાઠવ્યો હતો.
આ પ્રસંગે એસ.ટી. વિભાગના ડેપો મેનેજર જે.પી. જાડેજા, માહિતી ખાતાના વિરેન્દ્રસિંહ પરમાર, સુરક્ષા અધિકારી અજયસિંહ ચુડાસમા, એકાઉન્ટ ઓફિસર બી.જે. ભીમાણી, એલ.એમ. જાડેજા, ગૌરાંગભાઈ દવે, મંડળના પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, મૂળી ચોવીસીના મહામંત્રી રઘુવીરસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ પરમાર સહિત બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial