Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૨ જૂન સુધી ચાર કરતા વધુ વ્યક્તિ એકત્રિત નહીં થઈ શકે
ખંભાળીયા તા. ૩: ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને સભા-સરઘસ કાઢવા માટે પરવાનગી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન તા. ૨૨-૦૬-૨૫ના યોજાનાર છે. તેમજ જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તેની તા. ૨૪-૦૬-૨૦૨૫ તથા મતગણતરી તા. ૨૫-૦૬-૨૦૨૫ના હાથ ધરાશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઊભા થાય નહીં તે જરૂરી જણાતું હોય તથા ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવો આવશ્યક જણાતો હોય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩થી મળેલ સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે ત્યાં તા.૨૨/૦૬/૨૦૨૫ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધારે વ્યક્તિઓને એકત્રિત થવું નહીં અથવા કોઈ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં. સભા-સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણીના હિસાબમાં ઉમેરવાનો રહેશે.
આ ઉપરાંત ફરજ પર હાજર હોય તેવું ગૃહ રક્ષકદળની વ્યક્તિ તથા સરકારી નોકરીમાં અને રોજગારમાં હોય તેવા વ્યક્તિને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા. ૨૭-૦૬-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાપત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial