Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં કોરોનાના ૪૦ર૬ એક્ટિવ કેસઃ પાંચના મૃત્યુ

ચોથી લહેરનો ઝળુંબતો ખતરો?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩: દેશમાં કોરોનાના ૪૦ર૬ એક્ટિવ કેસ છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી હોટસ્પોટ બન્યા છે. ગુજરાતમાં એક જ દિવસમાં પ૯ નવા દર્દીઓ ઉમેરાયા છે.

કેન્દ્રિ આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડાઓ ચોંકાવનારા છે. દેશભરમાં ૪,૦૦૦ થી વધુ એક્ટિવ કોરોના કેસ છે, અને પ લોકોએ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડાઓ ફરી એકવાર મહામારીની સંભવિત ચોથી લહેરની આશંકાઓને વેગ આપી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં હાલમાં કુલ ૪,૦ર૬ સક્રિય કેસ નોંધાયેલા છે. આ પૈકી કેરળ (૧,૪૧૬ કેસ), મહારાષ્ટ્ર (૪૯૪ કેસ), ગુજરાત (૩૯૭ કેસ) અને દિલ્હી (૩૯૩ કેસ) કોરોનાના નવા 'હોટસ્પોટ' બનીને ઉભરી આવ્યા છે. આ રાજ્યોમાં સક્રિય કેસોની સંખ્યા સૌથી વધુ છે, જે સ્થાનિક વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

તાજેતરના ર૪ કલાકના આંકડા પર નજર કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં કોવિડના સક્રિય કેસોમાં ૯૦ નો ઘટાડો નોંધાયો છે, જે એકમાત્ર સકારાત્મક સમાચાર છે, જો કે ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ પ નવા સક્રિય કેસ ઉમેરાતા રાજ્યના આરોગ્ય વિભાગની ચીંતા વધી છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના કારણે જે પ લોકોના મોત થયા છે તેમાં કેરળમાંથી ૧, મહારાષ્ટ્રમાંથી ર, તમિલનાડુમાંથી ૧ અને પશ્ચિમ બંગાળમાંથી ૧ નો સમાવેશ થાય છે.

આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સખત અપીલ કરવામાં આવી છે કે, કોરોના પ્રોટોકોલનું સહેજ પણ ઉલ્લંઘન ન કરે. માસ્કનો ફરજિયાત ઉપયોગ, સામાજિક અંતરનું પાલન અને વારંવાર હાથ ધોવા કે સેનિટાઈઝ કરવા જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવા જણાવાયું છે. જો તાવ, શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને તબીબી સલાહ લેવામાં સહેજ પણ વિલંબ ન કરવા આરોગ્ય વિભાગ દ્વારા ભારપુર્વક અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિત પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ કડક પગલાં લેવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh