Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી મળનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠક પછી
મુંબઈ તા. ૩: આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક કાલથી શરૂ થવા જઈ રહી છે. તેમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી ૬ જૂને આપવામાં આવશે. આ વખતે આરબીઆઈ રેપોરેટમાં પ૦ ટકા જેટલો જંગી ઘટાડો કરે તેવો આશાવાદ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા શુક્રવારે પ૦ બેસિસ પોઈન્ટનો 'જમ્બો રેટ કટ' કરી શકે છે. એસબીઆઈના સંશોધન અહેવાલમાં આ કહેવામાં આવ્યું છે. અહેવાલ મુજબ ક્રેડિટ ચક્રને પુનઃ સ્થાપિત કરવા અને અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે સેન્ટ્રલ બેંક રેપોરેટમાં ૦.પ ટકાનો મોટો ઘટાડો કરી શકો છે.
સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરી અને એપ્રિલમાં મુખ્ય વ્યાજ દર (રેપોરેટ) માં રપ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, જેનાથી આ દર પ ટકા થયો હતો. આરબીઆઈના દરો નક્કી કરતી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ૪ જૂનથી શરૂ થવા જઈ રહી છે. એમપીસી શુક્રવારે બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરશે.
એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે જૂન પોલિસીમાં અમને પ૦ બેસિસ પોઈન્ટનો દર ઘટાડો થવાની અપેક્ષા છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ સોમવારે આશા વ્યક્ત કરી છે કે ફૂગાવો ૪ ટકાના સરેરાશ લક્ષ્યાંકથી નીચે રહે છે, આવી સ્થિતિમાં આરબીઆઈ સતત ત્રીજી વખત વૃદ્ધિને વેગ આપવા માટે રપ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે.
ક્રિસિલની નોંધ મુજબ બેંક વ્યાજ દર ઘટવા લાગ્યા છે, જેનાથી માંગમાં વધારો થવો જોઈએ. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સવનવીસના જણાવ્યા મુજબ આરબીઆઈના વિવિધ પગલાં દ્વારા ફૂગાવો સ્થિર રહે છે, અને પ્રવાહિતાની સ્થિતિ પણ આરામદાયક રહે છે. આ સાથે અમારૂ માનવું છે કે એમપીસી ૬ જૂને રેપોરેટમાં રપ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial