Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી અમરનાથ યાત્રાનો પ્રથમ કાફલો રવાના

આવતીકાલથી બાબા બર્ફાનીના દર્શન ખૂલશે

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ બર્ફીલી પહાડીઓમાં બિરાજમાન બાબા બર્ફાની અમરનાથ મહાદેવના દર્શનનો આવતીકાલ તા. ૩ થી પ્રારંભ થઈ રહ્યો છે. જામનગરથી અમરનાથ જવા માટે પ્રથમ યાત્રીઓનો કાફલો ગઈકાલે રવાના થયો હતો.

અમરનાથ યાત્રાનો આવતીકાલ તા. ૩-જુલાઈથી પ્રારંભ થનાર છે. આ યાત્રા ૩૮ દિવસ સુધી ચાલનાર છે. પ્રતિવર્ષ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ કઠીન યાત્રા કરીને દર્શન કરવા આવે છે.

જામનગરથી ગઈકાલે પ્રથમ કાફલો અમરનાથ યાત્રા માટે રવાના થયો છે. નગરના હિરેન હિરપરા, મનસુખભાઈ રાબડીયા, કિશોરભાઈ સંઘાણી સહિત યાત્રીઓએ હર-હર મહાદેવના નાદ સાથે અમરનાથની યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

વિમાન માર્ગે જનારાઓ શ્રીનગર પહોંચ્યા છે. જ્યારે ટ્રેન મારફત જનારાઓ આજે મોડી સાંજે બાલતાલ પહોંચનાર છે. આવતીકાલે સવારે આ યાત્રાનો પ્રારંભ થનાર છે. મળતી માહિતી મુજબ જામનગરથી અત્યાર સુધીમાં સાડા સાતસો લોકોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh