Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકો સામે ગૌરક્ષકો આકરા પગલે
જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવામાં આવે છે. તેની યોગ્ય સારસંભાળ લેવામાં આવતી નહીં હોવા અંગે આજે જુદી જુદી ગૌપ્રેમી સંસ્થાઓ દ્વારા જામનગરના મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ગૌવંશને પકડીને ઢોરના ડબ્બામાં પૂરી દેવામાં આવે છે. જ્યાં પૂરતો ઘાસચારો અપાતો નથી, યોગ્ય સારસંભાળ રાખવામાં આવતી નથી. પરિણામે દરરોજ ૪ થી ૫ ગૌવંશના મૃત્યુ થાય છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવે છે. તેનું રક્ષણ, જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. આથી ખાસ તકેદારી રાખવા અને ગૌવંશને પૂરતો ઘાસચારો, પીવાનું પાણી આપવા અને તેની તબીબી સારવાર યોગ્ય રીતે થાય તેની કાળજી રાખવી જોઈએ. જરૂર પડ્યે આ મુદ્દે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે. આ મુદ્દે આજે જામનગરની જુદી-જુદી સંસ્થાઓ રાષ્ટ્રીય ગૌરક્ષા વાહિની, ગૌસેવા સંઘ, શ્રી વછરાજ બીમાર ગૌ સેવા ટ્રસ્ટના હર્ષદીપસિંહ જાડેજા, શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ-જામનગરના પ્રમુખ હિતેશભાઈ બાંભણીયા, સામાજિક આગેવાન રાહુલ દુધરેજીયા, શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ હાર્દિકસિંહ ચુડાસમા, ગુજરાતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગૌપ્રેમીએ મ્યુનિ. કમિશનરને આવેદન પાઠવી રજુઆત-માંગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial