Advertisement
Author: નોબત સમાચાર

બાલંભામાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવઃ ઈનામો અપાયા

ગૌણ સેવા પસંદગી મંડળના અંડર સેક્રેટરીની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા મીશન અંતર્ગત આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫નો કાર્યક્રમ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા- બાલંભામાં યોજાયો હતો. મુખ્ય અતિથિ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરના અંડર સેક્રેટરી આશિષકુમાર પરેજિયા, જામનગર જિલ્લા રમત ગમત અધિકારી ભાવેશભાઈ રાવલીયા, તથા કાર્યક્રમના દાતા તથા ગાંધીનગરમાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા માનસતા પારુલબેન, બાલંભા ગામના સરપંચ હિતેશભાઈ ટાંક, ભૂતપૂર્વ સરપંચ ઈશ્વરભાઈ ખોલિયા, બાળકોને પ્રોત્સાહક ઇનામ વિતરણના દાતા લખધીરસિંહ જાડેજા, હાતીમભાઇ ત્રિવેદી, જોડિયા તાલુકા ભાજપ મહામંત્રી મિતેશભાઇ રાઘવાણી, ભાજપ કાર્યકર ભરતભાઈ રાવલ, પ્રેસ રિપોર્ટર લલીતભાઈ નિમાવત તથા બાલંભા હાઇસ્કૂલના આચાર્ય કમાણી તથા સમગ્ર સ્ટાફ, બાલંભા તાલુકા શાળા, દેવ શાંતિનગર પ્રાથમિક શાળા, રણજીત પર પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી આંગણવાડી, બાલવાટીકા, ધોરણ-૧, ધોરણ-૯ તથા ધોરણ-૧૧ ના બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને કીટ અર્પણ કરાઈ હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાઓએ દરેક ધોરણમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh