Advertisement
Author: નોબત સમાચાર

યુવાવર્ગમાં હાર્ટએટેકથી મૃત્યુના પ્રમાણ અંગે એઈમ્સ અને આઈસીએમઆરના અભ્યાસનું તારણ કાઢ્યું

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨: પુખ્તવયના લોકોમાં હાર્ટએટેકથી થતા મૃત્યુના વધતા પ્રમાણને કોરોનાની રસી સાથે કોઈ લેવા દેવા નથી. તેવું તારણ એઈમ્સ અને આઈસીએમઆરના એક સંયુકત અભ્યાસ પછી નીકળ્યુ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને એઇમ્સ તરફથી કરવામાં આવેલી સ્ટડીમાં ખુલાસો થયો છે કે, કોવિડ-૧૯ બાદ પુખ્ત વયના લોકોમાં અચાનક વધી રહેલા મોતના દરનો કોરોનાની રસી સાથે કોઈ સંબંધ નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું કે, યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેક અને કોરોનાની રસી વચ્ચે કોઈ લિંક નથી. મંત્રાલયનું કહેવું છે કે, ૈંઝ્રસ્ઇ તરફથી કરવામાં આવેલી સ્ટડીમાં કોરોનાની રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ લિંક વિશે જાણ નથી થઈ.

વર્ષ-૨૦૨૩માં મે મહિનાથી ઓગસ્ટ સુધીમાં દેશના ૧૯ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૭ હોસ્પિટલોમાં આ સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડી એવા લોકો પર કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા પરંતુ, ઓક્ટોબર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૩ વચ્ચે તેમનું અચાનક મૃત્યુ થયું હતું.

સ્ટડી પરથી જાણ થાય છે કે, કોરોનાની રસીના કારણે યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ નથી વધ્યું. યુવાનોમાં અચાનક થઈ રહેલા મોતનું તેની સાથે કોઈ કનેક્શન નથી. આ સ્ટડી એવા સમયે સામે આવી છે, જ્યારે દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી થઈ રહેલા મોતના કેસ વધ્યા છે.

આઈસીએમઆર અને નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ અચાનક થઈ રહેલા મોત પાછળનું કારણ સમજવાની દિશામાં કામ કરી રહૃાું છે. આ સ્ટડીમાં અચાનક થતા મોતનું મુખ્ય કારણ ખરાબ લાઇફસ્ટાઇલને માનવામાં આવ્યું છે.

આઈએમસીઆર અને એમ્સની આ સ્ટડીને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આ નિવેદનના એક દિવસ બાદ જાહેર કરવામાં આવી હતી, જેમાં તેમણે કહૃાું હતું કે, કોરોનાની રસી ઉતાવળમાં આપવામાં આવેલી મંજૂરી અને તેની વહેંચણી રાજ્યમાં યુવાનોના અચાનક મોતનું કારણ હોય શકે છે. તેમણે કોરોના રસીની સંભવિત સાઇડ ઇફેક્ટની સ્ટડી માટે એક પેનલ ગોઠવવાની જાહેરાત કરી હતી. આમ, કર્ણાટકના મુખ્યમંત્રીના મંતવ્યને ફગાવી દેવાયુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh