Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમિશનર સાહેબ... સૂચના બોર્ડ મુજબ ૬ મહિનામાં કેટલા લોકો સામે પગલા લીધા ?
'છોટીકાશી' સૌરાષ્ટ્રનું પેરીસ, જેવા ઉપનામથી પ્રચલીત આપણાં જામનગરની દુર્દશાની ઝલક, શહેરના પોષ વિસ્તાર અને ચોવીસ કલાક ધમધમતા હવાઈ ચોકમાં આવેલ, અવેડાવાળી શેરી (પરસોત્તમજી મંદિરની) પાછળના જ ભાગમાં કચરાના ઢગલાં દૃશ્યમાન થાય છે. આ જગ્યા પર જામનગરના મ્યુનિ. કમિશનરના નામથી એક બોર્ડ મારવામાં આવ્યું છે. જેમાં લખેલ છે. આ જગ્યા પર કોઈએ કચરો નાખવો નહિં, આ કચરાનો પોઈન્ટ નથી, અહં કચરો નાંખનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે. તેવું બોર્ડ મારી અને આ વિસ્તારના એએસઆઈએ સંતોષ માની લીધો હોય તેમ કચરાના ઢગલા પડયાં છે. આ બોર્ડ માર્યુ એને લગભગ ૬ મહિના જેવો સમય વીતી ગયેલ છે. તો શું કોઈ સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવ્યા અત્યાર સુધીમાં કે શું...? ખાલી સૂચનાનું બોર્ડ મારી સંતોષ માની લેનાર અધિકારી વિરૂદ્ધ જ પહેલાં તો પગલા ભરવા જોઈએ તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. અહિંયા દરરોજ આટલો જ કચરો નાખવામાં આવે છે તો આ જગ્યા પર કચરા પેટી મૂકી અને આ વિસ્તારને કચરા મુકત કરવો જોઈએ... આ વિસ્તારના નગર સેવકોએ પણ થોડી તસ્દી લઈ આ વિસ્તારને ખરા અર્થમાં કચરા મુકત કરવો જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial