Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘાનાની મુલાકાત ત્રણ દાયકા પછી ભારતના પી.એમ. લેશે
નવી દિલ્હી તા. ૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી વિદેશ પ્રવાસે જશે, અને ૮ દિવસમાં ૫ દેશની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ૧૦ જુલાઈ એટલે કે ૮ દિવસમાં પાંચ દેશોની મુલાકાત લેશે. જેમાં ઘાના, ત્રિનિદાદ-ટોબૈગો, આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામિબિયાનો સમાવેશ થાય છે. ઘાના, ત્રિનિદાદ એન્ડ ટોબૈગો, આર્જેન્ટિના અને બ્રાઝિલ એવા દેશ છે જ્યાં પીએમ પહેલીવાર જશે. આ પાંચેય દેશ વ્યૂહનૈતિક મહત્ત્વ ધરાવે છે.
આજથી તેઓનો પ્રવાસ ઘાનાથી શરૂ થશે. ૩૦ વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ઘાનાની મુલાકાતે જશે. આ દરમિયાન પીએમ મોદી ઘાનાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મળશે અને ઘાનાની સંસદને સંબોધિત કરશે. આ પછી તેઓ ત્રિનિદાદ-ટોબૈગો, આર્જેન્ટિના અને બ્રાઝિલ જશે. તેઓ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ નામિબિયા પહોંચશે. આ તેમની નામિબિયાની પહેલી મુલાકાત હશે. ભારત આ દેશો સાથે ઘણા આર્થિક અને રાજદ્વારી કરારો કરી શકે છે.
વડાપ્રધાન મોદી ઘાના પછી કેરેબિયન દેશ ત્રિનિદાદ-ટોબૈગોની મુલાકાત લેશે. ટી એન્ડ ટીની ૪૦-૪૫% વસ્તી ભારતીય મૂળની છે અને અહીંના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર તેમજ રાષ્ટ્રપતિ ક્રિસ્ટિન કાર્લા કંગાલુ પણ ભારતીય મૂળના જ છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની આ પ્રથમ મુલાકાત હશે, અને ૧૯૯૯ પછી કોઈ પણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. વડાપ્રધાન મોદી ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૪માં પણ અન્ય કેરેબિયન દેશ ગયાનાની મુલાકાત લીધી હતી.
છેલ્લા ૫૭ વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાનની મુલાકાત લેશે. આ પહેલાં વર્ષ ૧૯૬૮માં ઇન્દિરા ગાંધીએ આર્જેન્ટિનાની મુલાકાત લીધી હતી. પીએમ મોદી આર્જેન્ટિનામાં રાષ્ટ્રપતિ જેવિયર માઇલીને મળશે. આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ સંરક્ષણ, કૃષિ, માઇનિંગ, તેલ અને ગેસ, ઊર્જા જેવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાના માર્ગો પર ચર્ચા કરશે. બંને નેતાઓ નવેમ્બર ૨૦૨૪માં રિયો ડી જાનેરોમાં ય્-૨૦ શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા.
તે પછી પીએમ મોદી રિયો ડી જાનેરોમાં બ્રિક્સ નેતાઓના સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને મળશે, ત્યારબાદ તેઓ રાજ્યની મુલાકાત લેશે. બ્રિક્સમાં વડાપ્રધાન વૈશ્વિક શાસન, શાંતિ અને સુરક્ષા, બહુપક્ષીય નીતિને મજબૂત બનાવવા, છૈંનો જવાબદાર ઉપયોગ, આબોહવા કાર્યવાહી, વૈશ્વિક આરોગ્ય વગેરેના સુધારાઓ પર ચર્ચા કરશે. સમિટ દરમિયાન તેમની ઘણી દ્વિપક્ષીય બેઠકો થવાની સંભાવના છે.
તે પછી નામિબિયાની પ્રથમ મુલાકાત દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ નેતુમ્બો નંદી-ન્દૈતવાને મળશે. આ દરમિયાન, તેઓ નામિબિયાના સ્થાપક પિતા ડો. સેમ નુજોમાને શ્રદ્ધાંજલિ આપશે અને દેશની સંસદને સંબોધિત કરશે. વર્ષ ૨૦૦૦માં દ્વિપક્ષીય વેપાર ૩ મિલિયન હતો જે હવે વધીને લગભગ ૬૦૦ મિલિયન થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial