Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એરપોર્ટ પર ૩૦ પેસેન્જર સાથેનું વિમાન સળગતા ઈમરજન્સી રેસ્કયુઃ પરિસ્થિતિ કાબુમાં

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન એરફોર્સ અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે જામનગર એરપોર્ટમાં ફૂલ સ્કેલ મોક ઈમરજન્સી એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ રેસ્ક્યુ કામગીરી, સંબંધિત પડકારો અને ઈમરજન્સીનો સામનો કરવા માટે તથા ઓછામાં ઓછા સમયમાં દરેક વિભાગો દ્વારા પરસ્પર સંકલન કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો હતો. જામનગર એરપોર્ટ પર ૩૦ પેસેન્જરો ભરેલા એરક્રાફ્ટના ડાબી બાજુના એન્જીનમાં આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ ઘટનાની જાણ જીલ્લા કંટ્રોલરૂમમાં તથા એરફોર્સ સ્ટેશન પર બપોરે ૩:૫૫ કલાકે કરવામાં આવતાની સાથે જ માત્ર ૧૦ મિનિટના સમયમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૩૦ પેસેન્જરો પૈકી તાત્કાલિક સારવારની જરૂર હતી તેવા ૫ પેસેન્જરો અને ઈજાગ્રસ્ત ૧૦ સહીત ૧૫ લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સે ઘટના સ્થળ પર પહોચી ત્વરિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા તથા સામાન્ય ઈજાગ્રસ્તોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર એરિયા કોર્ડન કરાયો હતો. ગણતરીની મીનીટોમાં જ એરફોર્સ, ફાયર, સિવિલ ડિફેન્સ, આરોગ્ય વિભાગ, એમ્બ્યુલન્સ, એરપોર્ટ સ્ટાફ, પોલીસની ટીમો, આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમોએ આપદામિત્રોની મદદથી ઘટના સ્થળે લોકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.  ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ નજીક તાજેતરમાં જ પ્લેન ક્રેશ અંગેની દુખદ ઘટના સર્જાઈ હતી. જે અંતર્ગત જામનગર એરપોર્ટમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલમાં એરફોર્સના સ્કવોડ્રન લીડર કેલ્વીન, એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંઘ, જામનગર શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, ડીવાયએસપી મિત રુદલ, ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈ, વિવિધ વિભાગોના વડા વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh