Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૯૯૨માં દક્ષિણ પૂર્વ રેલવેમાં કારકિર્દી શરૂ કરીઃ
મુંબઈ તા. ૨: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે ધર્મવીર મીણાએ ગઈકાલના ૧-૭-૨૫ના ચાર્જ સંભાળ્યો છે.
તેમણે ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશનમાં બી.ઈ.ની ડીગ્રી મેળવી છે. અને કાયદામાં માસ્ટર ડીગ્રી પણ મેળવી છે. તેવો ૧૯૯૦માં રેલવેમાં જોડાયા. સિગ્નલીંગ પ્રોજેકટસ અને વિવિધ મલ્ટીટ્રેકિંગ પ્રોજેકટસ, સલામતિ કાર્ય સંબંધિત સિગ્નલીંગ કાર્યોને રેકોર્ડ સમયમાં પૂર્ણ કર્યા છે. તેમણે ૧૯૯૨માં દક્ષિણ પૂર્વ રેલવેમાં તેમની કારકિર્દીની શરૂઆત શહડોલમાં સહાયક સિગ્નલ અને ટેલિકોમ એન્જિનિયર તરીકે પડકારજનક ભૂમિકાઓથી શરૂ થઈ હતી. વર્ષ ૨૦૨૦માં ભારતીય રેલવે સિગ્નલ એન્જિનિયરીંગ મેન્યુઅલ સમિક્ષા સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂકયા છે. રેલવે મંત્રીના નિર્દેશન મુજબ રચાયેલ કવચ વર્કિંગ ગ્રુપનુ પણ તેમણે નેતૃત્વ કર્યું છે. વર્ષ ૨૦૦૯થી વર્ષ ૨૦૧૪ સુધીમાં પશ્ચિમ રેલવેમાં ડેપ્યુટી ચિફ વિજીલયન્સ ઓફિસર તરીકે સેવા આપી હતી. વર્ષ ૨૦૧૩માં તેમને રેલવે મંત્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. શ્રી મીણાએ સિંગાપોર, મલેશીયામાં એડવાન્સ મેનેજમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ અને હૈદરાબાદમાં સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ વર્કશોપમાં પણ જાણ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial