Advertisement
Author: નોબત સમાચાર

શાળા માટે જ નહીં, શાળા પ્રવેશોત્સવો બન્યા છે સામાજિક ઉત્સવઃ મૂળુભાઈ બેરા

પ્રવાસનમંત્રીની ઉપસ્થિતિમાં લાલપુરની કન્યાશાળામાં યોજાયો કાર્યક્રમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં પીએમશ્રી લાલપુર કન્યાશાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં આંગણવાડીના ૧૦, બાલવાટિકાના ૫૨, ધો. ૧માં ૪૧, ધો. ૯માં ૧૬૨ તથા ધો. ૧૧માં ૧૨૪ મળી ૩૮૯ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસનમંત્રી મૂળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પીએમશ્રી લાલપુર કન્યાશાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવએ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમાજ માટે એક ઉત્સવ સમાન છે. શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે, શિક્ષણની ગુણવત્તા વધે, ૧૦૦% નામાંકન થાય તે હેતુથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારે આ કાર્યક્રમને આગળ ધપાવવા દરેક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી આર્થિક સહાય થકી રાજ્યના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહૃાા છે. સ્માર્ટ આંગણવાડીઓ તથા શાળાઓમાં સ્માર્ટ ક્લાસ રૂમની સુવિધાઓ થકી શિક્ષકોને પણ ફાયદો થઈ રહૃાો છે.

આયોજિત આ કાર્યક્રમમાં આંગણવાડીના ૧૦, બાલવાટિકામાં ૫૨, ધોરણ ૧ માં ૪૧, ધોરણ ૯માં ૧૬૨ અને ધોરણ ૧૧માં ૧૨૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે પ્રથમ પગથિયું માંડનાર વિદ્યાર્થીઓને મંત્રીશ્રી તથા મહાનુભાવોએ શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. તથા ધોરણ ૯ અને ધોરણ ૧૧ની વિદ્યાર્થિનીઓને પુસ્તકની કીટ તેમજ શાળામાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરેલ તથા સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રેસર વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. ઉપરાંત એપીએમસીના ચેરમેન કાનાભાઈ આંબલીયા, અગ્રણીઓ સમીરભાઈ ભેંસદડિયા, પ્રવીણસિંહ જાડેજા, રમેશભાઈ, જેસાભાઈ નંદાણીયા, ખીમજીભાઇ ધોળકિયા, કૌશિકભાઇ, રમેશભાઈ ગાગીયા, જયપાલસિંહ જાડેજા, સરપંચ જયેશભાઈ તેરૈયા, પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા, આગેવાનો, બીઆરસી અને સી.આર.સી કોર્ડીનેટર, અધિકારીઓ, આચાર્ય, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh