Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વના ૩૧ દેશોના ૬પ નિષ્ણાતો વચ્ચે ર૦ર૪-રપ ના અમલીકરણ માટે પરામર્શઃ
જામનગર તા. ર૩ઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) ના ગ્લોબલ ટ્રેડિશ્નલ મેડિસીન સેન્ટરની પ્રથમ ટેકનિકલ સંકલન બેઠક જામનગરના આંગણે જીટીએમસીના ભવનમાં ગઈકાલે યોજાઈ હતી. જેમાં વિશ્વના છ વિવિધ ખંડો-પ્રદેશોમાંથી ૩૧ દેશોના ૬પ નિષ્ણાતોએ ડબલ્યુએચઓ ટીએમસી કાર્યયોજના ર૦ર૪-રપ ના અમલીકરણ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
જામનગરના આંગણે નિષ્ણાતોની બેઠક પછી આજે પત્રકારો સાથે વાર્તાલાપનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ડબલ્યુએચઓ જીટીએમસીના કોમ્યુનિકેશન હેડ ડો. ટુંગાએ સૌનું સ્વાગત કર્યું હતું. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદા (ઈટ્રા) ના ડાયરેક્ટર ડો. અનુપ ઠાકરે આજના વાર્તાલાપનો હેતુ સમજાવ્યો હતો.
આ તકે ડબલ્યુએચઓ જી ટીએમસીના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. શ્યામા તથા ટ્રેડિશ્નલ મેડિસીનના ડબલ્યુએચઓના હેડ ડો. કીમ સુન્ચોએ દિલ્હી તથા જામનગરમાં યોજાયેલી નિષ્ણાતોની બેઠકમાં થયેલી કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.
આ બેઠકોમાં ચર્ચા-પરામર્શના મુખ્ય મુદ્દાઓમાં નીતિવિષયક બાબતની સમીક્ષા, ટ્રેડિશ્નલ મેડિસીન અંતર્ગત સંશોધન અને પુરાવાઓ, ક્લિનિકલ ડેટા અને આઈસીડી-૧૧, જૈવવિવિધતા અને સ્વદેશી ચિકિત્સા પર માહિતીની આપ-લે, ડિજિટલ હેલ્થ અને પરંપરાગત દવા માટેની એપ્લિકેશન હતાં.
આ બેઠકના સહભાગીઓએ મુખ્ય કાર્યને આનુષંગિક રીતે વૈશ્વિક જનસ્વાસ્થ્યને અનુલક્ષીને સમગ્ર વિશ્વની પારંપારિક ચિકિત્સા પદ્ધતિઓનો એક સંચય-સંગ્રહ તૈયાર કરવા અંગે ચર્ચા કરેલ હતી. આ સંચય પારંપારિક, વૈકલ્પિક અને એકિકૃત ચિકિત્સા પદ્ધતિઓ તથા પ્રાચીન ભારતીય જ્ઞાન સંબંધિત સિદ્ધ થયેલ માહિતી અને સંસાધનો દ્વારા જ્ઞાનની નવી દિશાઓ ખોલશે. બેઠકમાં હાલમાં ઉપલબ્ધ આ પ્રકારના સંચયોની સમીક્ષા કરવામાં આવી તેમજ નવો વૈશ્વિક સંચય તૈયાર કરવા માટેનો અવકાશ, પદ્ધતિઓ, ટેકનોલોજી તેમજ સંચાલનનો રીવ્યુ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રશ્નોત્તરીમાં ઉપસ્થિત નિષ્ણાતોએ જણાવ્યું કે 'એક વિશ્વ એક પરિવાર' (વસુધેવ કુટુમ્બકમ્) ની ભાવના સાથે સમગ્ર વિશ્વની માનવજાતના સ્વાસ્થ્ય કલ્યાણ માટે ગ્લોબલ સેન્ટર કાર્યરત થયું છે. પ્રાચીન જ્ઞાન અને અર્વાચીન વિજ્ઞાનનું સંકલન કરી શ્રેષ્ઠ ઉપાયો માટે સંશોધન થશે.
વિશ્વના જે દેશોમાં જે સિસ્ટમ સૌથી વધુ કારગત નિવડે છે તેનું આદાન-પ્રાદાન કરવામાં આવશે.
આમ આગામી દિવસોમાં વિશ્વના વિવિધ દેશોમાં પ્રચલિત ત્યાંની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અંગે ગ્લોબલ સેન્ટરમાં સંશોધન-અમલિકરણનું કાર્ય પૂરજોશમાં શરૂ થઈ જશે. ઈટ્રાના ડાયરેક્ટર ડો. અનુપ ઠાકરે આભારદર્શન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial