Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખૂબ જ મોટી સંખ્યામાં નીકળ્યા યાત્રિકોઃ સેવા કેમ્પો ઉભરાયા
ખંભાળીયા તા.ર૩ઃ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા જતાં યાત્રાળુનો ગઈકાલે સવારથી અંતિમ રાઉન્ડ વિશાળ સંખ્યામાં જવા નીકળ્યો હતો. ખંભાળીયાના વાડી વિસ્તારો, ખંભાળીયા તાલુકાના લોકો તથા ખાવડી, વાડીનાર ના લોકો તથા જામનગર રોડ પરના ગામોના લોકો એટલી મોટી સંખ્યામાં નીકળી પડ્યા હતા કે અનેક સ્થળે કેમ્પોમાં પણ કતારો લાગી ગઈ હતી.
રાજકોટ ભરવાડ ગ્રુપના સેવાર્થીઓ પાંચ-પાંચ હજાર આઈસ્ક્રીમના કપ સાથે ભાવિકોની સેવામાં ઉમટ્યા હતાં તો ઉનાળો હોય ઠંડી છાશ, લચ્છી તથા શેરડીનો રસના ટેમ્પો ભરીને પણ સેવાર્થીઓ ઉમટ્યા હતાં. ખંભાળીયા પોલીસ સંચાલિત કેમ્પમાં તથા ખોડીયાર માતાજી કેમ્પમાં પગના મસાજ મશીનો સાથે પગચંપીની સેવામાં પણ લોકો ઉમટ્યા હતા તો ઠેર ઠેર ડી.જે. પાર્ટી વાળા મોટી સંખ્યામાં નીકળ્યા હતાં.
આજે મોટાભાગના સેવાકેમ્પોમાં પૂર્ણાહુતિ થશે જો કે ભીડ વધુ હોય ઓછી ભીડમાં જવા નીકળેલા કેટલાક યાત્રિકોના ઘસારાની લીંબડી પાટીયા સુધી ૩પ કિ.મી.નું અંતર કાપતા કલાક થઈ જતી હતી તો વાહનો, ટ્રાફિક જામ ના થાય તે માટે પોલીસનું સતત પેટ્રોલીંગ અવિરત રહ્યું હતું. આ વખતે નોંધપાત્ર રીતે ભાણવડ, ખંભાળીયા વચ્ચે પણ ઢગલાબંધ કેમ્પો હતા તથા ટીંબડીના સેવાભાવી યુવકોએ પણ ગુલાબદૂધ, મોસંબી રસ, ચોકલેટ, પાણીની બોટલની સેવાઓ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial