Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ બંદુકધારીઓ દ્વારા ક્રોકસ સિટી હોલમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબારઃ આગજની
મોસ્કો તા. ર૩ઃ રશિયાની રાજધાની મોસ્કોમાં આતંકવાદી હુમલો થયો છે, જેમાં ૭૦ નિર્દોષ લોકોના મોત થયા છે અને ૧૪પ ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસ દ્વારા લેવામાં આવી છે.
રશિયાની રાજધાની મોસ્કો નજીક આવેલા ક્રોકસ સિટી હોલમાં જોરદાર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ૭૦ લોકોના મોત થયા છે, જ્યારે ૧૪પ લોકો ઘાયલ થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાં આ સૌથી મોટો હુમલો છે. કોકસ સિટી હોલના કોન્સર્ટ હોલમાં કોન્સર્ટ માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન સશસ્ત્ર આતંકવાદીઓ હોલમાં ઘૂસી ગયા અને લોકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. આ પછી તેઓએ બિલ્ડિંગને આગ લગાવી દીધી. આ હુમલામાં ૬૦ ની હાલત ગંભીર છે.
આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસ સંગઠને લીધી છે. રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં પાંચ બંદુકધારીઓએ ટોળા પર ગોળીબાર કરતા ઓછામાં ઓછા ૭૦ લોકોના મોત નિપજ્યા હતાં અને ૧૪પ લોકો ઘાયલ થયા હતાં. રશિયાના આરોગ્ય મંત્રાલયના વડા સુરાસ્કોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ કરાયેલા ૧૪પ લોકોમાંથી ૬૦ ની હાલત ગંભીર છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર સ્થિતિને કાબૂમાં લેવા માટે રશિયન નેશનલ ગાર્ડ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને તેમણે આંતીકોઓને પહોંચી વળવા માટે પોતાનું ઓપરેશન પણ શરૂ કરી દીધું હતું. આ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. પ૦ થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં.
મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ હુમલાખોરોમાંથી એકને પકડવામાં આવ્યો છે. રશિયન સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર કોન્સર્ટ શરૂ થાય તે પહેલા અજાણ્યા શખ્સો ક્રોકસ સિટી હોલમાં ઘૂસી ગયા હતાં અને ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર હોલમાં ફાયરીંગ પછી ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રખ્યાત રશિયન રોક બેન્ડ 'પિકનિક'ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે કોકસ સિટી હોલમાં ભીડ એકઠી થઈ હતી ત્યારે આ હુમલો થયો હતો. આ હોલમાં ૬ હજારથી વધુ લોકો બેસી શકે છે. લડાકૂ જેવા પોષાકમાં ઓછામાં ઓછા પાંચ માણસો કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો. આઈએસઆઈએસ એ આ આતંકવાદી હુમલા અંગે દાવો કર્યો છે, પરંતુ તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ હુમલાને મોટી દૂર્ઘટના ગણાવી હતી.
રશિયાની ટોચની તપાસ એજન્સી ગોળબાર, વિસ્ફોટ અને ગોળીબારની તપાસ આતંકવાદી હુમલા તરીકે કરી રહી છે. તપાસ સમિતિએ કહ્યું કે તેણે આરોપીની ગુનાહિત તપાસ શરૂ કરી છે, પરંતુ એ નથી જણાવ્યું કે આ હુમલા પાછળ કોનો હાથ હોઈ શકે. હાલ મોસ્કો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે અને ટ્રેનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ મોસ્કોમાં પણ જાહેર સ્થળો પર લોકોને એકઠા થવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
અહેવાલો અનુસાર થોડા દિવસો પહેલા અમેરિકાએ આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. તેમણે તેમના નાગરિકોને મોસ્કોમાં સામૂહિક મેળાવડામાં ન જવાની સલાહ આપી હતી. અમેરિકાએ આ આતંકવાદી હુમલાને લઈને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, મોસ્કોમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં યુક્રેનની ભૂમિકાના કોઈ પ્રારંભિક સંકેત મળ્યા નથી.
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે, અમેરિકા હજી પણ માહિતી એકઠી કરી રહ્યું છે. આ ગોળીબારમાં યુક્રેન કે યુક્રેનના કોઈપણ લોકો સંડોવાયેલા હોવાના કોઈ સંકેત મળ્યા નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ હુમલાને 'જધન્ય અને કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો' ગણાવીને તેની આકરી નિંદા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે, તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ આતંકી હુમલાની નિંદા કરતા કહ્યું કે, ફ્રાન્સ ગોળીબારના પીડિતોની સો એકજુથતામાં ઊભું છે. ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે, 'મોસ્કોમાં નિર્દોષ નાગરિકોની હત્યા અસ્વીકાર્ય છે'. તેઓ આ હુમલાના પીડિતોની સાથે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial