Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પોલીસ, એસઆરડી, જીઆરડી, હોમગાર્ડઝ ટ્રાફિક બ્રિગેડનું સંકલનઃ
ખંભાળિયા/દ્વારકા તા. ર૩ઃ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા આવતા યાત્રિકો માટે જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન અમલી બનાવાયો છે.
આગામી રપ મી માર્ચે દ્વારકામાં યોજાનાર ફૂલડોલ ઉત્સવ અંગે તડામાર તૈયારીઓ વચ્ચે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શનમાં દ્વારકાધીશ મંદિર તેમજ બેટદ્વારકામાં એક એસ.પી., ૬ ડી.વાય.એસ.પી., ૭ર જેટલા પી.આઈ.-પી.એસ.આઈ. તેમજ જીઆરડી, એસઆરડી, ટ્રાફિક બ્રિગેડના જવાનો સહિત ૧૧૦૦ જેટલા કર્મચારીઓનો ચૂસ્ત બંદોબસ્ત આજથી ગોઠવવામાં આવ્યો છે.
મહિલા યાત્રિકોની સરળતા માટે બે શી ટીમ કાર્યરત રહેશે. આ ઉપરાંત દિવ્યાંગો માટે ટીમ અક્ષમ લોકો માટે પણ વિશેષ ટીમ કાર્યરત રહેશે. આ ઉપરાંત કીર્તિસ્તંઘ પાસે કન્ટ્રોલ રૂમ બનાવાયો છે તેમજ ત્રણ સહાયતા કેન્દ્ર પણ ઊભા કરવામાં આવ્યા છે. લાખો ભાવિકોના આગમન દરમિયાન ખિસાકાતરૂ અને ગેરકાયદે પ્રવૃત્તિની ગેન્ગ એક્ટિવ હોય તેની પર વોચ રાખવા જિલ્લા એલસીબી એસઓજી સ્થાનિય ડીસ્ટાફની ટીમ સિવિલ ડ્રેસની અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં રહેશે.
પોલીસની કામગીરી સારી રીતે થઈ શકે તે માટે બોડીવોર્ન કેમેરા, વોકીટોકી સેટ, દૂરબીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. હાલ સુધી કોઈ જ અનિચ્છનિય બનાવ બનેલ નથી તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.
પોકેટ કોપ એક, ફેસટેગર એપનો પણ ઉપયોગ કરાશે. પદયાત્રીઓને કપડા પર રેડિયમ ટેપ લગાવી અકસ્માત નિવારવાનું આયોજન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પણ પોલીસ સાથે જગતમંદિરે ખડેપગે રહી યાત્રિકોને સુરક્ષા સલામતી પૂરી પાડવામાં આવનાર છે. દ્વારકાધીશ મંદિર ઉપરાંત રૂકિમણી મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટદ્વારકાધીશ મંદિર સુધી પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
આ માટે ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ તથા પોલીસ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરાઈ રહી છે. દ્વારકા જિલ્લાના વાડીનાર, ખંભાળિયા, કલ્યાણપુર તથા દ્વારકાના પોલીસ સ્ટેશનો દ્વારા તેમના વિસ્તારોમાં પોલીસના પેટ્રોલીંગ સાથે સતત મદદની વ્યવસ્થા દ્વારકા પોલીસ દ્વારા શરૂ કરાયેલી સેવા કેમ્પમાં અનોખું આયોજન દ્વારકા જિલ્લા ટ્રાફિક ઈન્ચાર્જ પી.આઈ. સોલંકી તથા સ્ટાફ દ્વારા સતત પેટ્રોલીંગ સાથે ગરમી લાગતા લોકોની સતત મદદની વ્યવસ્થા મેડિકલ સેવાની ખાસ વ્યવસ્થા સાથે દ્વારકા જતા ચરકલા રસ્તાથી ભારે વાહનો માટે પ્રતિબંધનો કડક અમલ સાથે વ્યવસ્થા ગોઠવાઈ હતી.
દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા પદયાત્રીઓની સાવચેતી તથા સલામતીના સંદર્ભમાં દિવસ-રાત ર૪ કલાક માટે સૂચનાઓ સાથે એનાઉન્સ સિસ્ટમ સાથે મોબાઈલ વાન સતત ચાલુ રહી છે. જેનું આયોજન દ્વારકા ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ તથા પી.આઈ. ટી.સી. પટેલની આગેવાનીમાં થઈ રહ્યું છે.
દ્વારકા મંદિરમાં મોટી ઉંમરના સશક્ત તથા દિવ્યાંગોના દર્શન માટે ઈલેક્ટ્રીક રિક્ષાની ખાસ વ્યવસ્થા રખાઈ છે, તો સૂચનાઓ સાથે સતત લાઉડસ્પીકર પડ સીડી પર છાંયડાની વ્યવસ્થા દર્શન માટે ભીડ ગીરદી ના થાય તે માટે બેરિકેડની સિસ્ટમ, સીસી ટીવી તથા તેના પર સતત વોચ ટીમ, કીર્તિસ્તંભ તથા સુદામા સેતુ પાસે બે પોલીસ સહાયના કેન્દ્રો શી ટીમોની વ્યવસ્થા દ્વારકામાં જુદા જુદા વિસ્તારોમાં પાર્કિંગ તથા વન-વેની ખાસ વ્યવસ્થા તથા તેનો અમલ સહિતની તમામ વ્યવસ્થાઓ સાથે લોકો શાંતિથી તથા નિરાંતે દર્શન કરીને ઉજવણી કરે તે માટે પણ સમગ્ર વ્યવસ્થા એસ.પી. નિતેશ કુમાર પાંડેના માર્ગદર્શનમાં ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.
પદયાત્રીઓના માર્ગો પર સતત પોલીસ પેટ્રોલીંગ તથા મહત્ત્વની ટીમ ફરતી હોય, કોઈ અનિચ્છનિય બનાવ પણ બનવા પામ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial