Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચિ. દિયાબેન ગોકાણીના જન્મ દિનને સાંકળીને
રાવલ તા. ર૩ઃ રાવલમાં દીકરીના જન્મદિનને સેવા પ્રવૃત્તિઓની સાથે સાંકળીને એડવોકેટ સંજય ગોકાણીના પરિવાર દ્વારા અનુકરણીય અભિગમ અપનાવ્યો છે. આગામી તા. ર૬ મી માર્ચ ને મંગળવારે રાવલના લોહાણા અગ્રણી અને એડવોકેટ સંજયભાઈ ગોકાણીની દીકરી દિયાનો જન્મ દિવસ હોઈ, ગોકાણી પરિવારે સેવાપ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું
આ દિવસે ગોકાણી પરિવાર દ્વારા ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ખંભાળિયાની જનરલ સરકારી હોસ્પિટલની ટીમના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવાનું જાહેર કરાયું છે. તે ઉપરાંત રાજકોટના રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નેત્રયજ્ઞનું આયોજન પણ કરાયું છે. આ કેમ્પ તા. ર૬ ને મંગળવારે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ દરમિયાન રાવલની સરકારી હોસ્પિટલમાં યોજાશે. આ માટેનો આર્થિક સહયોગ સંજયભાઈ દામોદરદાસ ગોકાણી તરફથી પૂરો પડાશે.
ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજિક અગ્રણી વિનુભાઈ ગોકાણીએ આ કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ લ્યે તેવી અપીલ કરી છે અને વધુ માહિતી માટે તેમનો ૯૪ર૭ર પ૯૧૦૮ દ્વારા સંપર્ક કરવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial