Advertisement
Author: નોબત સમાચાર

કામધંધો કરવા માટે પિતાએ આપેલા ઠપકાથી વ્યથિત પુત્રનું વિષપાનઃ મૃત્યુ

પગના દુખાવાથી કામ થતું ન હોવાથી યુવકનો ગળાફાંસોઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરના ગુલાબનગરમાં રહેતા એક યુવાન પગના દુખાવાના કારણે સરખી રીતે કામકાજ કરી શકતા ન હોવાથી તેઓએ કંટાળી જઈ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. કામધંધો કરવા માટે પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી ખંભાળિયાના પરોડિયા ગામના યુવકે ઝેરી દવા પી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિન્ડીકેટ સોસાયટીમાં વસવાટ કરતા પ્રવીણભાઈ જયંતિભાઈ બુમતારીયા નામના ચાલીસ વર્ષના સતવારા યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરમાં એક ઓરડામાં રહેલા પંખામાં ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની બપોરે સાડા બારેક વાગ્યે તેમના પરિવારને જાણ થઈ હતી. મોટાભાઈ મનિષભાઈએ તેઓને નીચે ઉતારી પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી પોલીસ ટીમે પ્રવીણભાઈને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મનિષભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ છેલ્લા ચારેક વર્ષથી પગમાં દુખાવો રહેતો હોવાના કારણે પ્રવીણભાઈ સરખી રીતે કામકાજ કરી શકતા ન હતા. તેનાથી કંટાળી જઈ પ્રવીણભાઈએ ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા પાલાભાઈ હરજુગભાઈ ભાચકન નામના પાંત્રીસ વર્ષના ગઢવી યુવાન કોઈ કામધંધો કરતા ન હતા તે બાબતે પિતા હરજુગભાઈ ભાયાભાઈ ભાચકને ઠપકો આપ્યો હતો.

પિતાના ઠપકાથી માઠું લાગી આવતા ગઈ તા.૧૦ની રાત્રે દસેક વાગ્યે પાલાભાઈએ કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસને પિતાએ જાણ કરી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh