Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૨,૨૫,૦૦૦ સામે વ્યાજ પેટે ચૂકવ્યા રૂા.૨,૪૦,૦૦૦ઃ
જામનગર તા. ૨૩ઃ જામનગરના એક યુવાને દર મહિને પાંચ ટકાના વ્યાજ પેટે હાથઉછીના રૂા.૨,૨૫,૦૦૦ લીધા હતા. તેની સામે રૂા.ર,૪૦,૦૦૦ ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજની કડક ઉઘરાણી કરી ગાળો ભાંડી ધમકી અપાતા અને રૂા.૫ લાખ ઉપરાંતનો ચેક પરત ફર્યાની ફરિયાદ નોંધાવાતા આ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વ્યાજખોરી અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર પવનચક્કી પાસે બાઈકના શો-રૂમ પાછળ રહેતા સચિનભાઈ પ્રવીણભાઈ નંદા નામના ભાનુશાળી યુવાને તેર મહિના પહેલાં નાનકપુરી નજીક રામનાથ કોલોનીમાં વસવાટ કરતા મોહિત સુભાષભાઈ નંંદા પાસેથી રૂા.૨,૨૫,૦૦૦ હાથ ઉછીના મેળવ્યા હતા.
આ રકમ સામે સચિનભાઈ દર મહિને પાંચ ટકા લેખે વ્યાજ ચૂકવતા હતા. તેમ કરી તેઓએ રૂા.૨,૪૦,૦૦૦ ચૂકવી આપ્યા હતા. આમ છતાં મોહિતે વ્યાજ તથા મુદ્દલની કડક ઉઘરાણી કરવાનું ચાલુ કર્યું હતું. તે દરમિયાન મોહિતે બળજબરીથી સહી કરાવી સચિનભાઈ પાસેથી ચેક મેળવી લીધો હતો અને તેમાં રૂા.૫,૬૫,૦૦૦ની રકમ ભરી બેંકમાં રજૂ પણ કરી દીધો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા મોહિતે કોર્ટમાં નેગોશિયેબલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી દીધી હતી. ઉપરોક્ત ત્રાસથી કંટાળી ગયેલા સચિન નંદાએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી છે. પોલીસે આઈપીસી તેમજ મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial