Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અલગ-અલગ રંગો સાથે રંગપર્વ મનાવવા માટે જામનગરના યુવાનો સજ્જઃ આચાર સંહિતા વચ્ચે ઉજવાશે રંગોનો મહાપર્વ
ધુળેટીના તહેવારોને હવે બે જ દિવસ બાકી રહ્યા હોય ત્યારે જામનગરની બજારોમાં પીચકારી, કલર તેમજ હોળી માટેની વિવિધ પ્રકારની વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી રહી છે. જામનગરના અલગ-અલગ વિસ્તારોમાં પીચકારી-કલર, ધાણી-દારીયા, પતાશા, ખજુર સહિતની ચીજ-વસ્તુઓના સ્ટોલ, રેકડીઓ, દુકાનોમાં લોકો ઉમટી રહ્યા છે. ખાસ કરીને આ વર્ષે રંગોત્સવનો તહેવાર લોકસભાની ચૂંટણીની આચાર સહિંતા વચ્ચે લોકો દ્વારા મનાવવામાં આવનાર છે. અલગ-અલગ કાર્ટુન વાળી પીચકારીઓએ નાના ભૂલકાઓમાં વધુ આકર્ષણ જમાવ્યું છે. ટેન્ક વાળી પીચકારી, પમ્પ, બંધૂક, સહીતની અનેક પીચકારીઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ અંગે જામનગરના વેપારીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે ધૂળેટી એ ભગવાન ક્રિષ્નનો તહેવાર છે અને જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક અનેરો મહિમા છે ત્યારે જામનગરની તહેવારી પ્રેમી જનતા આ પર્વને પણ મન ભરીને માળે છે. આના માટે શહેરના વેપારીઓ દ્વારા પણ અનેક પીચકારીઓમાં વેરાયટીઓ લાવે છે. ખાસ કરીને બાળકો માટે ટેન્ક વાળી પીચકારી અને લાંબી પીચકારીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે છેલ્લા થોડા વર્ષાેથી યુવાધનો મટોડી, પાકા કલર છોડી અને હર્બલ કલર પર વધુ રસ દેખાડે છે તો વેપારીઓ દ્વારા આવા હર્બલ કલરનો પર પુરતો જથ્થો મંગવી અને આ પર્વને મનાવવા માટે ઉત્સાહ બતાવાયો છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial