Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાખાબાવળ, કનસુમરા, નાઘેડીની
જામનગર તા. ર૩ઃ જામનગર નજીકના લાખાબાવળ, કમસુમરા તથા નાઘેડીની વિવાદાસ્પદ બનેલી નાળિયેરીવાળી જમીનોના પ્રકરણમાં જામનગરની ન.પ્રા.શિ. સમિતિના પૂર્વ સદસ્ય નીતિનભાઈ માડમે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે તા. ૧-ર-ર૦ર૪ ના નાળિયેરીવાળી જમીન બાબત લાખાબાવળ, કનસુમરા અને નાઘેડીની જમીનો બાબત ફરિયાદ નોંધાઈ હતી. તે અંતર્ગત આજદિન સુધી તા. રર-૩-ર૦ર૪ સુધી આ અંગે કોઈપણ કાર્યવાહી કરેલ હોય તે અંગે કોઈપણ જાતની જાણ પત્ર દ્વારા કરવામાં આવેલ ન હોય, આ બાબત તંત્ર દ્વારા ફરજમાં બેદરકારી દાખવેલ હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. જો નિયત સમયમર્યાદામાં આ અંગે સંતોષકારક કાર્યવાહી કરેલ હોય તેવું નહિં જણાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો તથા કાનૂની કાર્યવાહી કરવા ફરજ પડશે.
તા. ૯-ર-ર૦ર૩ ના જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ કરેલ હતી. તા. ર૭-૭-ર૦ર૩ ના જામનગરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબત ક્રમાંકઃ મેજિ/જિલ્લા સ્વાગત પ્રશ્ન/ફેબ્રુઆરી-ર૦ર૪ તા. રર-ર-ર૦ર૪ નો પત્ર તા. પ-૩-ર૦ર૪ ના મળેલ હતો. આ પત્રમાં તંત્ર દ્વારા તા. ૧૭-૮-ર૦ર૩ ના પત્ર ક્રમાંકઃ મેજિ/વશી/૪ર૦ર૩૦૩પ૩પ૩૩/ર૦ર૩ થી મામલતદાર, જામનગર શહેરને પત્ર દ્વારા રોજકામ કરવા જણાવાયું હતું. તા. ૧૬-૧૧-ર૦ર૩ ના પત્ર ક્રમાંકઃ મેજિ/વશી/ ૩ર૦ર૩૦૯રરર૬૬-ર૦ર૩ થી અભિપ્રાય મોકલી આપ્યો હતો. ત્યારપછી તા. ર-૧ર-ર૦ર૩ ના પત્ર ક્રમાંકઃમેજિ/ આરએફએમએસ/૪ર૦ર૩૦પ૧પ૧૭૦ થી મામલતદાર જામનગર શહેરને જાત તપાસ કરી રોજકામ કરવા પુનઃસ્પષ્ટ અભિપ્રાય દિન-૧૦ મા મોકલવી આપવા જણાવેલ છે. જે અત્રેની કચેરીને આજદિન સુધી મળેલ નથી તેવુ ખુદ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
તા. ર૭-૭-ર૦ર૩ ના કરેલ ફરિયાદ બાબત જવાબદાર અધિકારી, મામલતદાર જામનગર (શહેર) દ્વારા સમયમર્યાદામાં આ અંગે ગંભીરતાપૂર્વક કોઈપણ કાર્યવાહી કરેલ ન હોય તેવું સ્પષ્ટ સાબિત થાય છે. લોકોના આરોગ્ય બાબત પ્રદૂષણ ફેલાતું હોય તે બાબતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ તથા ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા અવારનવાર પ્રદૂષણ રોકવા બાબત તથા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે અંતર્ગત ગંભીરતાથી નોંધ લઈ લોકોના આરોગ્યની સુખાકારી માટે અનેક કડક કાર્યવાહી કરવામાં આવેલ હોય ત્યારે દુઃખ સાથે જણાવવાનું થાય કે અધિકારીઓ આ અંગે કોઈપણ ગંભીરતા દાખવતા ન હોય, રાજ્ય સરકારના પરિપત્ર ક્રમાંકઃ કકપ/૧૦ર૦રર/ પ૦૬/વસુતપ્ર-૧, સચિવાલય, ગાંધીનગર, તા. ૩૦-૯-ર૦રર ના કચેરી કાર્યપદ્ધતિના નવસંસ્કરણ બાબતનો પણ ભંગ થયેલ હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. આ અંગે ગંભીરતાથી નિયમોનુસાર બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા તથા આ અંગે સંતોષકારક કાર્યવાહી કરી પત્ર દ્વારા જાણ કરવા રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial