Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તડામાર તૈયારીઓઃ અનેરો ઉત્સાહ
જામનગર તા. ર૩ઃ ર૩ઃ જામનગરમાં હોલિકા દહ્નની તડામાર તૈયારીઓ થઈ રહી છે. શહેરમાં ત્રણસોથી વધુ સ્થાને હોળી પ્રગટાવાશે. ધૂળેટીની રંગભરી ઉજવણીના પણ આયોજન થયા છે.
છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવી ધર્મ નગરી જામનગર શહેરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે ઉત્સાહપૂર્વક ઉજવાય છે. તે અનુસાર આવતીકાલે હોળી મહોત્સવ તેમજ ધૂળેટીના પર્વની પણ લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, અને તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં અંદાજે ૩૦૦ થી વધુ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે, જેની પણ અનેક સ્થળોએ તૈયારી થઈ છે અને જુદા જુદા શેરી-ચોક મહોલ્લા વગેરેને ધજા પતાકાથી શણગારવામાં આવી રહ્યા છે. છાણા-લાકડા વગેરે ગોઠવીને નાની-મોટી હોળી પ્રગટાવવામાં આવે છે.
ખાસ કરીને શાક માર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા રપ ફૂટના વિશાળ કદનું ત્રણ ટન વજનનું હોલિકાનું પૂતળું બનાવીને ખૂબ જ મોટો હોળી મહોત્સવ મનાવાય છે અને શહેર-જિલ્લાના અનેક આગેવાનોની હાજરીમાં હોલિકા દહ્નનો કાર્યક્રમ યોજાય છે. જેને નિહાળવા જામનગર શહેરના અનેક ઉત્સવ પ્રેમીઓ જોડાય છે. જે હોળીની આસપાસ અન્ય નાની-મોટી રપ થી વધુ હોળીઓ પ્રગટવાય છે, અને સૌ લોકો સાથે મળીને હોલિકા મહોત્સવ ઉજવે છે.
ત્યારપછી ધૂળેટીના પર્વની પણ વિશેષ રૂપે ઉજવણી થઈ રહી છે, અને જામનગર શહેર તથા આસપાસની કેટલકી હાઈ-વે હોટલ, ખાનગી પાર્ટી પ્લોટ વગેરેમાં પણ ધૂળેટીના રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને તેના માટે યુવાધન ગનગની રહ્યું છે. જામનગર શહેરમાં હંગામી ધોરણે અથવા તો કાયમી હોય તેવી ૩૦૦ થી વધુ દુકાનો-સ્ટોલ મંડપ સામિયાણા વગેરેમાં હોળીના કલર-પિચકારી વગેરેના વેંચાણ ચાલુ થઈ ગયા છે. ઉપરાંત હોળીમાં પધરાવવા માટેના શ્રીફળ, પતાસાના હાર, ધાણી, દાળિયા, ખજૂર વગેરે સામગ્રીના સ્ટોલ પણ અનેક સ્થળે ઊભા કરાયા છે અને તેની ખરીદી માટે પણ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ધૂળેટીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને, તેમજ કોઈ વ્યક્તિને તેની મરજી વિરૂદ્ધ કલર ઊડાડીને પરેશાની કરવામાં ન આવે તે બાબતે પોલીસ તંત્ર પણ સાબદુ બન્યું છે અને જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર જિલ્લાના તમામ પોલીસ સ્ટાફને ધૂળેટીના તહેવાર દરમિયાન સતર્ક બનાવી દેવાયો છે, અને તમામ મુખ્ય માર્ગો પર પેટ્રોલીંગ અને પોલીસના પોઈન્ટ ગોઠવી દેવાયા છે. કોઈ આવારા તત્ત્વો ફૂલ સ્પીડમાં બાઈક ચલાવીને રાહદારીઓ અથવા અન્ય વ્યક્તિને કલર ઊડાવીને પરેશાન ન કરે, તે માટેની સ્પેશિયલલ પોલીસ ટીમને દોડતી કરાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial