Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વામિનારાયણ સંપ્રદાયના
વડતાલ તા. ૨૩ઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્રસ્થાન 'વડતાલધામ' માં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના સ્થાપનાના ર૦૦ મું વર્ષ ચાલે છે. આ સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિશ્વર પ.પૂ.ધુ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પ્રાગટ્યને ૭પ વર્ષ થાય છે, જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ-વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા, 'વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ' અને પ.પૂ. આચાર્ય મહરાજશ્રી 'પ્રાગટ્ય અમૃત મહોત્સવ' વર્ષ ઉજવવામાં આવી રહ્યા છે. આ મહોત્સવ અંતર્ગત માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે તા. ૧૭-૩-ર૦ર૪ ના એક જ તારીખે, ભારત સહિત અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની સહિતના દેશોમાં એક જ સાથે ૧૧પ ઉપરાંત સ્થળોએ 'આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સુરત, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમજ મુંબઈ-પૂનામાં માનવસેવાના આ કામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને સવારે ૯ થી ૧ર ત્રણ કલાકમાં કુલ ૧૭,૧પર યુનિટ રક્તદાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial