Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૧,૯૫,૦૦૦ની કિંમતના વાયરની થઈ ઉઠાંતરીઃ
જામનગર તા. ૨૩ઃ જામનગરના મેઘપર પાસે કામ કરતી એક ખાનગી કંપનીના કમ્પાઉન્ડમાં દીવાલ કૂદીને પ્રવેશી ગયેલા સાતથી આઠ મહિલાએ અંદરથી ૨૫૦ કિલો જેટલા વજનનો કોપર અને કેબલ વાયર ચોરી કર્યાની ફરિયાદ કંપનીના કર્મચારીએ પોલીસમાં નોંધાવી છે. પોલીસે રૂા.૧,૯૫,૦૦૦ના વાયરની ચોરીની તપાસ હાથ ધરી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા અને જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામ પાસે સીઆર-૩ ઈન્ડિયા પ્રા.લિ. નામની કંપનીમાં નોકરી કરતા મુકેશભાઈ જયંતિલાલ ચાવડાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની કંપનીની જગ્યામાં આવેલા પટાંગણમાં પ્રવેશવા માટે ગઈ તા.૧૭ની બપોરે એક વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમિયાન સાતથી આઠ અજાણ્યા મહિલાએ પ્રયત્ન કર્યાે હતો. આ મહિલાઓ કમ્પાઉન્ડના ઈમરજન્સી ગેઈટને કૂદીને અંદર આવી ગયા હતા અને અંદરથી ૩૦ મીટરનો એક એવા ૧૨ રોલ કોપર વાયરની તેમજ ૨૫૦ મીટર કેબલ વાયરની આ મહિલાઓએ ઉઠાંતરી કરી લીધી હતી.
આ મહિલાઓ મુકેશભાઈની કંપનીની માલિકીનો રૂા.૧,૯૫,૦૦૦ની રકમનો વાયર ચોરી ગયા હતા. પોલીસે તે ફરિયાદ આઈપીસી ૩૮૦, ૪૫૪, ૧૧૪ હેઠળ નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial