Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનતા ઉતારવા ગયાની આ૫ી કેફિયતઃ
જામનગર તા. ૨૩ઃ જામનગરના બેડીનો એક શખ્સ મંજૂરી વગર જ પિરોટન ટાપુ પર જતાં તેની સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. આ શખ્સ પોતાના પરિવાર સાથે ત્યાં માનતા ઉતારવા ગયો હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખૂલ્યું છે.
જામનગર નજીકના બેડીમાં જૂના બંદરની જેટી પર ગઈકાલે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં બેડી મરીન પોલીસ સ્ટેશનના હે.કો. સૂર્યરાજસિંહ, આર.બી. જાડેજાએ જેટી પર આવેલી એક બોટમાં રહેલા બેડીના મહેબુબશા ચોકમાં રહેતા અબ્બાસ જાફર કેર નામના શખ્સની પૂછપરછ કરી હતી.
આ શખ્સે પિરોટન ટાપુ પર આવેલી દરગાહે પોતાના પરિવાર સાથે જઈને પરત આવ્યો હોવાની વિગત આપી હતી. આ શખ્સે નાયબ વન સંરક્ષક પાસેથી તેની મંજૂરી મેળવી ન હતી કે ફીશરીઝ વિભાગ પાસેથી દરિયામાં જવા માટે ટોકન પણ મેળવ્યું ન હતું. તે ઉપરાંત ટાપુ પર જવા સામે પ્રતિબંધ મુકતું જાહેરનામું અમલમાં હોવા છતાં તેનો ભંગ કરી ટાપુની મુલાકાત લીધી હતી. તેથી આ શખ્સ સામે હે.કો. સૂર્યરાજસિંહે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial