Advertisement
Author: નોબત સમાચાર

માથાના દુખાવાના બદલે ભૂલથી ઝેરી દવા પીવાઈ જતાં મહિલાનું મોત

દ્વારકાના ધ્રાસણવેલમાં અરેરાટીઃ

જામનગર તા. ૨૩ઃ દ્વારકાના ધ્રાસણવેલ ગામના એક મહિલાએ માથાના દુખાવાની દવાના બદલે ભૂલથી જંતુનાશક દવાની શીશીમાંથી ઘૂટડો ભરી લીધો હતો. દવાની ઝેરી અસર થતાં દવાખાને દાખલ કરાયેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે.

દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામમાં રહેતા કમીબેન હમીરભાઈ લધા (ઉ.વ.૩૮) નામના મહિલાને ગયા મહિનાની ૨૭ તારીખે માથું દુખતું હતું. આ મહિલાએ રસોડામાં રાખવામાં આવેલી તેની દવાના બદલે ભૂલથી જંતુનાશક દવાની બોટલમાંથી ઘૂંટડો ભરી લીધો હતો.

જંતુનાશક દવાની અસર થવા લાગતા કમીબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રી પૂજાબેન લધાએ પોલીસને તેની જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh