Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનમાં ર.૮ ડીગ્રીના ઘટાડા સાથે
જામનગર તા. ર૩ઃ જામનગરમાં તેજીલા વાયરાઓના પગલે એક જ દિવસમાં ર.૮ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.૭ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો.
જામનગરમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો. મહત્તમ તાપમાન ચાર દિવસથી ૩૬ ડીગ્રીથી વધુ રહેતા બપોરે જનતા ગરમીનો અનુભવ કરી રહી હતી, પરંતુ ગત્ બે દિવસથી સતત વધતા તાપમાન ઉપર બ્રેક લાગી ગઈ છે.
નગરમાં ગઈકાલે પવનની ગતિમાં વધારો થયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ર.૮ ડીગ્રીના ઘટાડા સાથે ૩૪.૭ ડીગ્રીએ પહોંચી ગયો હતો. મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડા અને પવનની ગતિમાં થયેલા વધારાના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો.
નગરમાં આજે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૧.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ એક જ દિવસમાં ર૪ ટકા વધીને ૯૬ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial