Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ પાસે મોટરમાંથી ઝડપાયો દેશી દારૂનો જથ્થોઃ
જામનગર તા. ૨૩ઃ જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર એક સ્કૂટરમાંથી પોલીસે દારૂની બાર બોટલ પકડી પાડી છે. મોહનનગર આવાસ તથા ખોડિયાર કોલોનીમાં બે ફ્લેટમાંથી દસ-દસ બોટલ મળી આવી છે. દરેડ પાસે ઈકો મોટરમાં લઈ જવાતો ૩૦૦ લીટર દેશી દારૂ કબજે કરાયો છે.
જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા રૂપિયાના સિક્કાથી આગળ ગઈકાલે બપોરે જઈ રહેલા જીજે-૧૦-ડીએલ ૨૧૨૧ નંબરના સ્કૂટરને પેટ્રોલિંગમાં રહેલા સિટી-એ ડિવિઝનના સ્ટાફે રોકાવી તેના ચાલક પ્રણામી સ્કૂલ સામે રહેતા લેખરાજ ઉર્ફે લખન ભગવાનદાસ કાલવાણી નામના શખ્સની તલાશી લેતાં તેના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૨ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ, સ્કૂટર મળી કુલ રૂા.૨૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના મોહનનગર આવાસના બ્લોક નં.૧૩માં રૂમ નં.૧૦૩માં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે સિટી-એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી દારૂની દસ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે નાસ્તાની રેંકડી ચલાવતા કિરીટ વસંતભાઈ વસાણીની ધરપકડ કરાઈ છે.
જામનગરના ખોડિયાર કોલોની રોડ પર ક્રિસ્ટલ મોલ સામે આવેલા રાધેશ્યામ એપાર્ટમેન્ટ-૩ના પહેલા માળે જયેશ પ્રવીણભાઈ માતંગ નામના શખ્સના મકાનમાં ગઈકાલે રાત્રે સિટી-સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડી ચેક કરતા ત્યાંથી દારૂની દસ બોટલ મળી આવી હતી. બોટલ સાથે જયેશની ધરપકડ કરી છે.
જામનગર-લાલપુર રોડ પર આવેલા દરેડ ગામ પાસે પોલીસચોકી નજીકથી ગઈકાલે સવારે પસાર થઈ રહેલી જીજે-૩૬-એલ ૩૭૫૫ નંબરની ઈકો મોટરને પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલાભાઈ, ભયપાલસિંહ, મેહુલ વિસાણીને મળેલી બાતમીના આધારે રોકાવી તલાશી લેવાતા તે મોટરમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. તે જથ્થા સાથે દડિયા ગામના પ્રિન્સ કરશનભાઈ વારંગીયા ઉર્ફે મોટલા, રણજીતસાગર રોડ પર મંગલધામ સોસાયટીમાં રહેતા ગોપાલ બાબુભાઈ શ્રીમાળી નામના બે શખ્સની ધરપકડ કરાઈ છે. આ શખ્સોએ તે જથ્થો દુદા દેવરાજ કોડીયાતર નામના શખ્સે મોકલાવ્યાની અને જામનગરના નાઝીર નુરમામદ ઘોઘા ઉર્ફે નાજલાએ મગાવ્યાની કબૂલાત આપી છે. પોલીસે ચારેય શખ્સ સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial