Advertisement
Author: નોબત સમાચાર

શાક માર્કેટ આસપાસ ગંદકી-કચરાના ઢગલાઃ રખડતા ઢોરના અડીંગા

જામનગર શહેરની મધ્યમાં

જામનગર મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ કયાંકને કયાંક સફાઈ કામ થયું છે તેની અખબારી પ્રસિદ્ધિ કરવામાં આવતી હતી. (જો કે હમણાં થોડા સમયથી આ સીસ્ટમ પણ ખોરવાઈ ગઈ હોય તેમ લાગે છે !) આવી પ્રસિદ્ધિઓ વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેનો અનુભવ તો જામનગરની જનતાને થાય જ છે. જામનગરના અનેક વિસ્તારોમાં નિયમિત સફાઈ થતી નથી. કચરાના કન્ટેનરો બદલાતા નથી. કચરાના કન્ટેનર આસપાસની ગંદકી દૂર કરવા કોઈ કામગીરી થતી નથી. શહેરની મધ્યમાં આવેલી શાક માર્કેટ આસપાસતો અસહ્ય ગંદકી-કચરો ફેલાયેલા રહે છે આ ગંદકી-કચરો ફેંદતા અસંખ્ય ઢોર પણ અહીં અડીંગો જમાવી લોકોને-રાહદારીઓને-વાહનચાલકોને પરેશાન કરી રહ્યા છે.નગરજનો જયાંથી ભોજનમાં જે શાકભાજી અહીંથી લ્યે છે તે સ્થળ આસપાસની આવી ગંદકી લોકોના આરોગ્ય માટે જોખમી બની રહી છે. રણજીતરોડ-દિપક ટોકીઝથી લઈને શાક માર્કેટ સુધી સવારથી બપોરે ૩ વાગ્યા સુધી રેંકડીઓના દબાણ અને ચોમેર ફેલાયેલી રહેતી ગંદકીનો કોઈ કાયમી ઉકેલ આવે તેવી પ્રબળ માંગણી ઉઠવા પામી છે. મહાનગરપાલિકાના ચૂંટાયેલા શાસક પક્ષના જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓની નિષ્ક્રીયતાના કારણે તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ પણ બેફીકરા બની ગયા હોય તેવી સ્થિતિ છે અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કમસેકમ શાસક ભાજપ પક્ષના આગેવાનો અને અધિકારીઓએ નગરજનોની આવી ગંભીર સમસ્યાના ઉકેલ માટે કડક પગલાં ભરવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh