Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય એજન્સીઓના ચક્રવ્યૂહમાં ફસાતા
નવી દિલ્હી તા. ર૩ઃ અરવિંદ કેજરીવાલ માટે નવી આફત ઊભી થઈ છે, અને તેઓ વિવિધ એજન્સીઓના ચક્રવ્યૂહમાં ફસાયા છે. સીબીઆઈ ભ્રષ્ટાચાર નિવારણ એક્ટ હેઠળ અપરાધની તપાસ કરે છે. હવે તપાસ વેગવંતી બનાવશે અને ઈ.ડી. પછી સીએબીઆઈ પણ સકંજો કસે, તેવી સંભાવના જણાવાઈ રહી છે.
દારૂ કૌભાંડમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ માટે મુશ્કેલી વધી શકે છે. ઈ.ડી.ની કાર્યવાહી પછી હવે સીબીઆઈ પણ કેજરીવાલ સામે કાર્યવાહી ઝડપી કરી શકે છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે મની લોન્ડરીંગ કેસમાં કેજરીવાલને ર૮ માર્ચ સુધી ઈ.ડી. કસ્ટડીમાં મોકલી દીધા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રિમાન્ડ સમાપ્ત થઈ જાય, સીબીઆઈ કેજરીવાલની કસ્ટડી મેળવવા માટે કોર્ટમાં જઈ શકે છે. સીબીઆઈ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનાની તપાસ કરી રહી છે. આ કેસમાં સીઆઈએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા અને અન્ય ઘણાં લોકોની ધરપકડ કરી છે. પ્રિડિકેટ ગુનો એ મૂળભૂત ગુનો છે જેના આધારે ઈ.ડી. ફરિયાદ દાખલ કરે છે. આ કેસમાં ઈ.ડી.ની તપાસ મની લોન્ડરીંગની છે. સીબીઆઈએ મનિષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતી વખતે આ સોમવારે કોર્ટને પણ કહ્યું હતું કે દારૂ કૌભાંડમાં કેટલીક હાઈ-પ્રોફાઈલ ધરપકડ થઈ શકે છે.
ગયા વર્ષે એપ્રિલ ર૦ર૩ માં સીબીઆઈએ દારૂ કૌભાંડમાં કથિત ભ્રષ્ટાચારની તપાસના સંદર્ભમાં કેજરીવાલની ૯ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પછી સીબીઆઈ પ્રવક્તાએ કહ્યું હતું કે, 'સીઆરપીસી'ની કલમ ૧૬૦ હેઠળ દિલ્હીના મુખ્યમંત્રીને આ મામલે પૂછપરછ કરવા અને કથિત કૌભાંડ સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ આપવા માટે નોટીસ જારી કરવામાં આવી હતી. તેઓ આજે તપાસમાં જોડાયા હતાં અને ૧૬૧ સીઆરપીસી હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. નિવેદનની ચકાસણી કરવામાં આવશે અને ઉપલબ્ધ પુરાવા સાથે મેચ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, ૧૭ ઓગસ્ટ, ર૦રર ના સીબીઆઈએ દિલ્હીની લિકર પોલિસી ર૦ર૧-રર ની રચના અને અમલિકરણમાં અનિયમિતતાનો આરોપ લગાવતી એફઆઈઆર દાખલ કરી હતી. સીબીઆઈ કેસના આધારે ઈ.ડી.એ રર ઓગસ્ટ ર૦રર ના કેસ નોંધ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial