Advertisement
Author: નોબત સમાચાર

કાપી લેવાયેલી રકમ વ્યાજ સાથે ચૂકવવા ફોરમનો હુકમ

વીમા કંપની સામે કરાઈ હતી ફરિયાદઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરના એક આસામીએ મેળવેલી પોલિસી અંતર્ગત મેડીક્લેઈમ મેળવવા કરેલી અરજી પછી વીમા કંપનીએ અમૂક રકમ ખોટી રીતે કાપી લેતાં વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે રકમ ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના રાજેન્દ્ર જયસુખભાઈ ઠુમ્મરે ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની પાસેથી ફલોટર મેડીક્લેઈમ મેળવ્યા હતા. તે પછી રાજેન્દ્રભાઈના પત્ની બીમાર પડતા તેઓએ અમદાવાદ સારવાર મેળવી હતી અને તેમાં થયેલા ખર્ચ અંગે ક્લેઈમ કર્યાે હતો.

વીમા કંપનીએ ક્લેઈમની રકમ રૂા.૪,૭૭,૩૪૬માંથી રૂા.૨,૫૨,૫૪૮ કાપી લીધા હતા. તેથી રાજેન્દ્રભાઈએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે વ્યાજ સાથે રૂા.૧, ૯૫,૧૪૮ પર નવ ટકા વ્યાજ ભરી તે રકમ ચૂકવવા અને ત્રાસ તથા ફરિયાદ ખર્ચ પેટે રૂા.૧૦ હજાર અલગથી આપવા હુકમ કર્યાે છે. અરજદાર તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh