Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીએસઆઈ તથા એએસઆઈ સામે કરાઈ હતી રાવઃ
જામનગર તા. ૨૩ઃ જામનગરના વસઈ ગામના એક મહિલાએ દસ વર્ષ પહેલાં પોતાના ઘરમાં જે તે વખતના પંચકોશી-બી ડિવિઝનના ફોજદાર તથા સ્ટાફે ઘૂસી ગાળો ભાંડ્યાની અને આમરા ગામના પાટિયા પાસે મારકૂટ કર્યાની ફરિયાદ કોર્ટમાં કરી હતી. તે કેસમાં ફોજદાર અને એએસઆઈ સામે ફોજદારી કેસ રજીસ્ટરે લેવાનો અદાલતે હુકમ કર્યાે છે.
જામનગર-ખંભાળિયા રોડ પર વસઈમાં રહેતા સંગીતાબા ઘનશ્યામસિંહ જાડેજા નામના મહિલાએ જામનગરની ચીફ કોર્ટમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ગઈ તા.૧૦-૯-૧૩ની રાત્રે તેઓ પોતાના ઘરમાં હતા ત્યારે જે તે વખતના પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી. વીંછી તથા સ્ટાફના અન્ય વ્યક્તિઓ ઘરમાં આવી ચડ્યા હતા.
તેઓએ ઘનશ્યામસિંહ અંગે પૂછતાછ કર્યા પછી ગાળો બોલવાનું શરૂ કરતા સંગીતાબાએ સભ્યતા રાખવાનું કહ્યું હતું. તેથી સંગીતાબા અને તેમના સાસુ અને બાળકોને ખાનગી વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાનંંુ કહેવાયું હતું. તે પછી આમરા ગામના પાટીયા પાસે પીએસઆઈ વીંછી તથા એએસઆઈ એ.આર. જાડેજાએ સંગીતાબા તથા તેમના બાળકોને મારકૂટ શરૂ કરી હતી. આ વેળાએ બુમાબુમ કરાતા અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતા અને પીએસઆઈ તથા અન્ય પોલીસમેન ત્યાંથી ચાલ્યા ગયા હતા.
ઉપરોક્ત ફરિયાદમાં પીએસઆઈ આર.વી. વીંછી, એએસઆઈ કે.આર. જાડેજા સામે પ્રથમ દર્શનીય પુરાવો જણાઈ આવતા અદાલતે બંને સામે આઈપીસી ૩૨૩, ૩૪૧, ૪૪૧, ૪૪૭, ૫૦૪, ૫૦૬ (૧) હેઠળ ફોજદારી કેસ રજીસ્ટરે લેવા હુકમ કર્યાે છે. ફરિયાદી મહિલા તરફથી વકીલ નિખીલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial