Advertisement
Author: નોબત સમાચાર

હનુમાન ટેકરીમાં યુવાન પર પાઈપ વડે ત્રણ શખ્સે હુમલો કરી આપી ધમકી

ખરાબ વાત કેમ કરતો હતો કહી તૂટી પડ્યાઃ

જામનગર તા. ર૩ઃ જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં ગુરૂવારની સાંજે એક યુવાન પર ત્રણ શખ્સે પાઈપથી હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી. લતામાં અમારા વિશે ખરાબ વાત કેમ કરશ તેમ કહી હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાંથી ગુરૂવારે સાંજે પાંચેક વાગ્યે જઈ રહેલા જીજ્ઞેશ રાજેશભાઈ મકવાણા નામના યુવાન પર જતીન રાઠોડ સહિતના ત્રણ શખ્સે હુમલો કરી માર માર્યાે હતો.

ગુરૂવારની સાંજે જીજ્ઞેશ મકવાણા તથા તેમના મિત્ર રાહુલ વાલજીભાઈ રાઠોડ હનુમાન ટેકરીમાં પાનની દુકાને મસાલો ખાવા જતા હતા ત્યારે અચાનક પાછળથી ધસી આવેલા જતીન રાઠોડે માથામાં પાઈપ ફટકાર્યાે હતો. આ વેળાએ જ તેની સાથે રહેલા સાગર માંગલીયા ઉર્ફે એસકે અને યશ ઉર્ફે ઝીણા નામના શખ્સોએ ગાળો ભાંડી કહ્યું હતું કે, લતામાં અમારા વિશે ખરાબ વાત કરશ, હવે ન કરતો નહીંતર પતાવી દઈશું.

ઈજા પામેલા જીજ્ઞેશ મકવાણાએ સારવાર મેળવ્યા પછી ગઈકાલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh