Advertisement
Author: નોબત સમાચાર

ફોન પે તથા પેટીએમના કર્મચારીની ઓળખ આપી છેતરતો શખ્સ ઝબ્બે

સાતેક ગુન્હાને અંજામ આપ્યાની સેવાઈ રહી છે આશંકાઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરમાં ફોન પે કંપનીમાંથી આવતો હોવાનું કહી એક શખ્સ છેતરપિંડી કરી જતો હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયા પછી શરૂ થયેલી તપાસમાં આ શખ્સને દબોચી લેવાયો છે. તેણે સાતેક ગુન્હાને અંજામ આપ્યાનું પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે. આરોપીને રિમાન્ડ માટે રજૂ કરાયો છે.

જામનગરના એરફોર્સ વિસ્તારમાં શાક બકાલાની દુકાન ચલાવતા એક આસામીની દુકાને એક સાંજે તેમના પત્ની અને અન્ય વ્યક્તિ હાજર હતા ત્યારે ફોન પે કંપનીમાંથી આવતો હોવાનું કહી એક શખ્સ તે મહિલાના બેંક ખાતામાંથી અમૂક રકમ પોતાના ખાતામાં ફેરવી નાખી પલાયન થઈ ગયો હતો.

આ બાબતની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પીઆઈ પી.પી. ઝા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં જામનગરના ગરીબ નવાઝ સોસાયટી વિસ્તારના ઈસરાલ સમા નામના શખ્સની સંડોવણી જણાઈ આવી હતી.

આ શખ્સ અગાઉ ફોન પે તથા પેટીએમ નામની કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ બહાર આવ્યું હતું. આ શખ્સને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધો છે. તેણે આવી જ રીતે અન્ય બે ગુન્હા પણ આચર્યા હોવાની વિગત પોલીસને પ્રાપ્ત થઈ છે. ફોન પે તથા પેટીએમના સ્ટીકર લગાવી આ શખ્સ અજાણ લોકોના બેંક એકાઉન્ટમાંથી પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતો હતો. તેને રિમાન્ડ પર લેવા માટે આજે બપોરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફે કોર્ટમાં રજૂ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh