Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલમાં કરેલા કામનું વળતર પણ પત્નીને ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૨૩ઃ જામનગરના એક મહિલાએ ભરણપોષણ મેળવવા પતિ સામે કોર્ટમાં અરજી કર્યા પછી પતિએ દર મહિને તે રકમ નહીં ચૂકવતા વસૂલાત માટેની અરજી કરાઈ હતી. અદાલતે તે અરજીના સંદર્ભે પતિને છ મહિના અને વીસ દિવસની કેદની સજા અને અદાલતના હુકમની અવગણના બદલ સાંઈઠ દિવસની સખત કેદની સજા ફટકારી છે.
જામનગરના ગુલાબ નગરમાં રહેતા શ્વેતાબેનના લગ્ન રાજકોટના ધર્મેશભાઈ ઈશ્વરલાલ ચોકસી સાથે થયા પછી આ દંપતીને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. તે પછી પતિ ધર્મેશે પત્ની શ્વેતાબેનને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા પિયર પરત ફરેલા આ મહિલાએ જામનગરની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. અદાલતે દર મહિને પુત્રને રૂા.૬ હજાર ચૂકવવા ધર્મેશભાઈને હુકમ કર્યાે હતો.
ત્યારપછી દસ મહિના સુધી ભરણપોષણ ન ચૂકવાતા અરજી ખર્ચ સાથે કુલ રૂા.૬૪ હજાર વસૂલ મેળવવા શ્વેતાબેને ફરીથી અરજી કરી હતી. જેમાં રૂા.૨૪ હજાર ચૂકવી બાકીની રકમ ધર્મેશભાઈએ નહીં ચૂકવતા અદાલતે ૬ મહિના તથા ૨૦ દિવસની કેદની સજા ફટકારી છે.
તે ઉપરાંત આરોપીને જેલવાસ દરમિયાન તેઓ દ્વારા કરાતી કામગીરી બદલ જેલમાં જે રકમ તેઓને મળવાપાત્ર છે તે રકમ જેલ અધિક્ષકે જમા લઈ દર મહિનાના અંતે અદાલતમાં જમા કરાવવી અને તે રકમ ભરણપોષણ પેટે શ્વેતાબેનને ચૂકવવી તેવો હુકમ કરાયો છે. વધુમાં અદાલતે આકરૂ વલણ લેતાં આદેશ કર્યાે છે કે, અદાલતના આદેશ પછી પણ પતિએ દર મહિને રકમ ચૂકવવામાં કસુર કર્યાે હોય તેને દર મહિનાના ૧૦ દિવસ લેખે નહીં ૬૦ દિવસની સજા પણ ફટકારવામાં આવે છે. અરજદારણ તરફથી વકીલ ધર્મેશ ગોંડલીયા, રવિરાજસિંહ સોઢા, અનીતા રામવાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial