Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવ બાટલા સહિત રૂા.૩૨ લાખનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૨૩ઃ ધ્રોલ પાસે એક હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલા ગેસ ટેન્કરમાંથી ત્રણ શખ્સ ગેસના બાટલા ભરી રહ્યા હોવાની બાતમી મળતા ધ્રોલ પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી નવ બાટલા, રીફીલીંગનો સામાન અને ગેસ ભરેલું ટેન્કર કબજે કરવામાં આવ્યું છે. પોલીસે બે પરપ્રાંતિય ડ્રાઈવર સહિત ત્રણેય સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-રાજકોટ માર્ગ પર ધ્રોલ નજીક એક હોટલના પાર્કિંગમાં પડેલા ગેસના ટેન્કરમાં કેટલાક શખ્સો છેડછાડ કરી ખાલી બાટલામાં ગેસ ભરી લઈ તેનું વેચાણ કરતા હોવાની બાતમી ધ્રોલ પોલીસ સ્ટેશનના રાજેશ મકવાણાને મળતા પીએસઆઈ પી.જી. પનારાને વાકેફ કરાયા પછી ગઈકાલે રાત્રે ધ્રોલ પોલીસે શિવમ્ હોટલ પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.
ત્યાં રાખવામાં આવેલા એક ગેસ ટેન્કરમાં વાલ્વ બોક્સનું સીલ તોડી નાખી રબ્બરની પાઈપ લગાડી તેના મારફતે ખાલી બાટલામાં રીફીલીંગ કરી રહેલા પડધરી ગામના દેવરામ દોલાભાઈ ચૌધરી, ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ રાજ્યના ડ્રાઈવર મહંમદનશીમ મહંમદસમી તથા મહંમદસલીમ મહંમદહફીશ નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગેસના ખાલી-ભરેલા નવ બાટલા, રીફીલીંગ માટેનો સામાન, એક ટેન્કર મળી કુલ રૂા.૩૨,૨૯,૯૬૬નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
ત્રણેય શખ્સ સામે જાહેરમાં અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે રીફીલીંગ કરવા અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૨૮૫, ૧૧૪ હેઠળ ગુન્હો
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial