Advertisement
Author: નોબત સમાચાર

ધરારનગરમાં ગંજીપાનાથી જુગાર રમતા પાંચ શખ્સને પકડી પડાયા

વરવાળામાંથી પકડાયો ઘોડીપાસાનો જુગારઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં ગઈકાલે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં એક મકાનમાં ઘોડીપાસાથી જુગાર રમતા ચાર શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે.

જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં આવેલા ઈદગાહ મસ્જિદ રોડ પર ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી-બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે જુગાર રમી રહેલા સલીમ મામદભાઈ તાયાણી, ઈમરાન ઈબ્રાહીમ ધુધા, આરીફ ઉમરભાઈ નાઈ, ગફાર આમદભાઈ સમા, અજીઝ કાસમભાઈ હાલેપોત્રા નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૃા.૧૦,૧૭૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં દુધલી તળાવ પાસે ઈમરાન સલીમ ફકીર નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે ઘોડીપાસા વડે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી ઈમરાન સલીમ તેમજ શરીફ ખાન ઈસ્માઈલખાન પઠાણ, બકુલ હેમતભાઈ કાપડી, ઈમરાન ઉમર પંજવાણી નામના શખ્સો મળી આવ્યા હતા. પોલીસે રૃા.૩૦,૫૦૦ રોકડા તેમજ જીજે-૩-એચકયુ ૪૭૦૨ નંબરના બાઈક મળી કુલ રૃા.૫૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને તમામ સામે જુગારધારાની કલમ-૪, ૫ હેઠળ ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh